AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળું મગફળીમાં પિયત વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઉનાળું મગફળીમાં પિયત વ્યવસ્થાપન
👉ઉનાળામાં મગફળીના પાકમાં પિયત એ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ સમયે તાપમાન વધવાના કારણે જમીનમાં પાણીની આછોતા થઈ શકે છે, જે પાકના વિકાસને અસર કરે છે. સામાન્ય રીતે, મગફળીના પાકને ઓરવણ પછી વાવણીના 20 દિવસ બાદ પ્રથમ પિયત આપવો જોઈએ. બીજું પિયત 30 દિવસમાં, ત્રીજું પિયત 40 દિવસમાં અને પછી બાકી પિયત 8 દિવસના અંતર પર આપવું જોઈએ. 👉પિયતની સંખ્યા અને તેની માત્રા જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. માટીની ગરમી અને પોષણ જરૂરિયાતોને કારણે, પાકની કટોકટી અવસ્થાઓ જેમ કે ફૂલો આવવી, સુયા બેસવું અને ડોડાનો વિકાસ સમયે પાણીની વધુ જરૂરત પડે છે. આ સમયે યોગ્ય પિયત આપવાથી પાકની વૃદ્ધિ સારી રહે છે અને ઉત્પાદન વધે છે. 👉પિયતની આ નિયમિત અને સમયસર સિસ્ટમના અમલથી, મગફળીના પાકનું ગુણવત્તાવાળું અને ઊંચું ઉત્પાદન મળે છે, જે ખેડૂતોને વધુ નફો આપશે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
8
0
અન્ય લેખો