AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મગફળી જોવા મળતી કેટલીક ઇયળોનું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ મગફળી જોવા મળતી કેટલીક ઇયળોનું નિયંત્રણ
🥜 ઉનાળુ મગફળી અને હાલનું વાતવરણ જોતા તેમાં પાન કોરિયું, લીલી ઇયળ અને પાન ખાનાર ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. 🍃 પાન કોરિયું પાંદડીઓ એકબીજા સાથે જોડી જાળુ બનાવી અંદર રહીને નુકસાન કરે છે. ખેડૂતો આને “માથા બાંધનારી” અથવા "પાન વાળનારી ઇયળ" તરીકે પણ ઓળખે છે. 🐛 લીલી ઇયળ છોડના કૂંમળા પાન અને નાની ડૂંખોને નુકસાન કરે છે. ઉનાળુ મગફળીમાં આનો ઉપદ્રવ એપ્રિલ મહિનામાં શરુ થાય અને છેક કાપણી સુધી રહે છે. 🐛પાન ખાનાર ઇયળ બપોરનાં સમયમાં ઈયળો છોડના થડની આજુ-બાજુની જમીનની તીરાડમાં ભરાઈ રહે છે અને રાત્રી દરમ્યાન બહાર નીકળી નુકસાન કરતી હોય છે. 🐛 આ ઇયળ દિવસે જમીનની તિરાડોમાં સંતાઇ રહેતી હોવાથી તે દિવસે જોવા મળતી નથી. 🐛લીલી ઇયળ અને પાન ખાનાર ઇયળોના ફેરોમોન ટ્રેપ્સ પણ ઉપલબ્ધ છે, એકરે 10 ની સંખ્યામાં ગોઠવવા. 🐛ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિલિ (૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ- ૦.૧૫% ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 🐛પાન ખાનાર ઇયળો માટે પોન્ગામિયા (કંરજ) તેલ ૩૦ મિલિ અથવા પોનીમ ૩૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણીના બે છંટકાવ, પ્રથમ જીવાત શરુ થાય ત્યારે અને ત્યાર પછી બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો. પોનીમ બનાવવા માટે લીમડાનું તેલ ૪૫૦ મિલિ + કરંજ તેલ ૪૫૦ મિલિ + ૧૦૦ મિલિ સાબુનું દ્રાવણ (વેટીંગ એજન્ટ) ભેળવવું. (જૂનાગઢ કૃષિ યુનિ.ની ભલામણ). 🐛આ ઇયળોના નિયંત્રણ માટે ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમ્બડા સાયહેલોથ્રિન ૯.૫૦% ઝેડસી દવા ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 🐛પાન કોરિયાનો ઉપદ્રવ સવિશેષ રહેતો હોય તો ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
5
અન્ય લેખો