ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઉનાળુ તલમાં પિયત વ્યવસ્થાપન
ઉનાળુ તલની સફળ ખેતી માટે યોગ્ય પિયત વ્યવસ્થાપન ખૂબ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, ૮ થી ૧૦ પિયત જમીનના પ્રકાર અને પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસના અંતરે આપવાનું હોય છે. જોકે, પિયતની સંખ્યા અને બે પિયત વચ્ચેનો સમયગાળો સ્થાનિક હવામાન અને જમીનની નમી જાળવી રાખવાની ક્ષમતા પર આધાર રાખે છે.
👉સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ તલ માટે પિયત વ્યવસ્થા:
- પ્રથમ પિયત વાવેતર કર્યા બાદ છઠા દિવસે આપવું.
- બીજું પિયત પ્રથમ પિયત પછી છઠા દિવસે આપવું, જેથી બીજનો સારો ઉગાવો થાય.
- બાકીના ૫ થી ૭ પિયત જમીનના પ્રકાર મુજબ ૮ થી ૧૦ દિવસના અંતરે આપવા.
👉તલ માટે મહત્વપૂર્ણ પિયત અવસ્થાઓ:
- ફૂલ આવસ્થા
- બૈઢા બેસવાની અવસ્થા
👉આ અવસ્થાઓએ પિયત અવશ્ય આપવું, જેથી ઉપજ પર સકારાત્મક અસર પડે. યોગ્ય પિયત પદ્ધતિઓ અપનાવી તલની ઉપજ અને ગુણવત્તા સુધારી શકાય.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!