AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ તલના પાકમાં પિયત વ્યવસ્થા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઉનાળુ તલના પાકમાં પિયત વ્યવસ્થા
👉ઉનાળુ તલની સારી ઉપજ માટે યોગ્ય પિયત વ્યવસ્થાપન મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે ૮ થી ૧૦ પિયત જમીનના પ્રકાર અને હવામાન પર આધાર રાખીને ૮-૧૦ દિવસના અંતરે આપવા પડે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ તલ માટે ૭ થી ૯ પિયતની જરૂરિયાત રહે છે. 👉પ્રથમ પિયત વાવેતર કર્યા બાદ છઠા દિવસે આપવું જરૂરી છે, જેથી બીજનો સારો ઉગાવો થાય. બીજું પિયત પણ પ્રથમ પિયતના છઠા દિવસે આપવાથી છોડની વિકાસ પ્રક્રિયા યોગ્ય રીતે ચાલે છે. બાકીના પિયત ૮ થી ૧૦ દિવસના અંતરે જમીનના પ્રત મુજબ આપવા. 👉તલની કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂલ અવસ્થા અને બૈઢા બેસવાની અવસ્થાએ પિયત અવશ્ય આપવું, જેથી પાક તંદુરસ્ત રહે અને વધુ ઉત્પાદન મળે. યોગ્ય પિયત વ્યવસ્થાપન દ્વારા તલનું ઉત્પાદન વધારી શકાય અને પાક સારી ગુણવત્તાવાળો બની શકે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
18
0
અન્ય લેખો