AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉંંદર જાતે જ ખેતર છોડીને ભાગી જશે
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ઉંંદર જાતે જ ખેતર છોડીને ભાગી જશે
🐀માત્ર રખડતા પશુઓની સાથોસાથ ઉંદર ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે. જેથી ખેડૂતો તેમને મારવાના ઉપાયો શોધે છે. પરંતુ આજે અમે એક એવો ઉપાય શોધી લાવ્યા છીએ, જેમાં તમારે પશુ કે ઉંદરને મારવાની જરૂર નથી. 🐀ખેતરોમાં ઉંદરોનો ઉપદ્રવ ખેડૂતો માટે માથાનો દુખાવો બની જાય છે. મોટાભાગે, ઉંદરો પાક રોપ્યા પછીથી પાક લણવામાં આવે ત્યાં સુધી ખેતરોમાં ફરતા રહે છે. તેઓ બિયારણ સહિતના પાકને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. ખેતરમાં ખોરાકની શોધમાં આવતા ઉંદરો નુકસાન પહોંચાડીને જાય છે. 🐀એવા ઘણા ઉપાય છે, જેનાથા ખેડૂતો ઉંદરોને ખેતરમાં આવવાથી અટકાવી શકે છે. ઉંદરોના નાક, કાન અને મોં ખૂબ જ સંવેદનશીલ હોય છે. ખેડૂતો તેમના ખેતરોમાંથી ઉંદરોને ભગાડવા માટે કેટલાક પગલાં લઈ શકે છે. 🐀ખેતરમાંથી ઉંદરોને ભગાડવા માટે ખેડૂતો કાળા મરી અને લાલ મરચાનો ઉપયોગ કરી શકે છે. ખેડૂતોએ કાળા મરી અને લાલ મરચાનો પાવડર બનાવીને ખેતરમાં રહેલા ઉંદરોના દર પાસે તેનો છંટકાવ કરવો જોઈએ. જેથી ઉંદરો દર છોડીને ભાગી જશે. 🐀ખેડૂતો ખેતરોમાં કપૂર તેલનો ઉપયોગ કરી શકે છે. કપૂર તેલનો ઉપયોગ કરવા માટે, રૂ ના નાના બોલ બનાવોને તેનો વિવિધ સ્થળોએ છંટકાવ કરવો જોઈએ. કપૂરના બંડલમાંથી એક ખાસ પ્રકારની સુગંધ આવે છે, જેના કારણે ઉંદરો ભાગી જાય છે. આ પદ્ધતિમાં ખેડૂતો કપૂર સિવાય ફુદીનાના તેલનો પણ ઉપયોગ કરી શકે છે. 🐀ખેતરોમાંથી ઉંદરોને ભગાડવા માટે, ખેડૂતો તેમના દરની સામે તજના પાન અથવા ફટકડીના દ્રાવણનો પણ ઉપયોગ કરી શકે છે. આ બંનેમાંથી એક ખાસ પ્રકારની સુગંધ પણ નીકળે છે, જેના કારણે ઉંદરો ભાગી જાય છે. 👉સંદર્ભ : AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
19
0
અન્ય લેખો