AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઇઝરાયેલ ટેક્નિકનો કમાલ કે ખેડૂત ની મહેનત! થશે એકરમાંથી કરોડો ની કમાણી !
સ્માર્ટ ખેતીન્યૂઝ18 ગુજરાતી
ઇઝરાયેલ ટેક્નિકનો કમાલ કે ખેડૂત ની મહેનત! થશે એકરમાંથી કરોડો ની કમાણી !
ઈશાન પરમાર, સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ઓછા પાણી અને ઓછી જમીનમાં પણ મબલખ ઉત્પાદન મેળવતા થયા છે. ખેડૂતો હવે બીજા દેશની ટેક્નોલોજી અપનાવતા પણ થયા છે. જિલ્લામાં આવી જ રીતે એક ખેડૂતોએ ઇઝરાયેલની પદ્ધતિથી ખેતી કરીને હળદરનું મબલખ ઉત્પાદન મેળવવા ગ્રીન હાઉસ તૈયાર કર્યો છે. રૂપાલ કંપા ગામ આમ તો બાગાયતી ખેતી કરીને આગળ આવ્યું છે. આ વખતે આ ગામમાં ખેડૂતોએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઈઝરાયેલ પદ્ધતિથી હળદરની ખેતી શરૂ કરી છે. સીધી જમીન પર ખેતી કરે તો ખેડૂતોને ઓછું ઉત્પાદન મળે છે ત્યારે ઈઝરાયલ પદ્ધતિથી ખેતી કરતા એક જ જમીનમાં ચાર ગણું ઉત્પાદન મેળવી શકાય એ જ કારણ છે કે ખેડૂતોએ ઇઝરાયેલની ખેતી પદ્ધતિ અપનાવી છે. રૂપાલ કંપા ગામના ખેડૂત ચંદ્રકાંત પટેલે ચાર એકરમાં ખેતરમાં આશરે 10 કરોડના ખર્ચે ગ્રીન હાઉસ બનાવીને સ્વાસ્થ્ય વર્ધક માનવ દવા અને સૌંદર્ય પ્રસાધનોની બનાવટના ઉપયોગમાં લેવાતા મસાલા પાક એવા હળદરના ખેતી શરૂ કરી છે. આ માટે તેઓેએ હાઈટેક વર્ટિકલ ફાર્મિગ હેઠળ કોન્ટ્રેક ફાર્મિંગ ખેતી માટે ગ્રીન હાઉસમાં જમીન પર સ્કલ્ચર બનાવી ગેલ્વેનાઈઝ ટ્રે સિસ્ટમમાં ફળદ્રુપ માટી નાખી હળદરનું વાવેતર કર્યું છે. આ પ્રકારની ખેતીથી જમીનના એકર દીઠ 500 થી 800 ટન ઉત્પાદન મળશે. એટલે કે તેમને એક એકર જમીન પર આશરે ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાની આવક મળી રહેશે. ખેડૂતના કહેવા પ્રમાણે આ પ્રકારથી ખેતી કરવામાં આવે તો મજૂરી, ખાતર, પાણી પાછળ વધારે ખર્ચ કરવો પડતો નથી. આ ઉપરાંત આવ ટેક્નિકથી ખેતી કરવાથી ઉત્પાદન ઘણું વધારે આવે છે. હાલ તો ખેડૂતો અવનવી ખેતી કરીને સારુ ઉત્પાદન મેળવવા પ્રયાસો કરે છે પરંતુ આ ખેતી મોંઘી પડે છે. હાલ ખેડૂતોની માંગણી છે કે સરકાર આ અંગે કોઈ સહાય કે સબસિડી આપે તો તેમને ફાયદો થઈ શકે છે. જો આવું થઈ શકે તો વધારે ખેડૂતો આવી આધુનિક ખેતી તરફ વળી શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
8