AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આયુષ્માન કાર્ડ યોજના માં નામ કેવી રીતે ચેક કરવું?
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
આયુષ્માન કાર્ડ યોજના માં નામ કેવી રીતે ચેક કરવું?
💳કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે ગરીબ લોકો અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે અને પૈસા ન હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે વેદનામાં મૃત્યુ પામે છે. તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે, આ યોજના લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરે છે. 💳જેથી તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકશે. તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર માં જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે. 💳આયુષ્માન કાર્ડ યોજના માં નામ કેવી રીતે ચેક કરવું? પગલું 1 : સૌથી પેહલા https://mera.pmjay.gov.in/search/login વેબસાઈટ ની મુલાકાત લો પગલું 2 : તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને ‘OTP જનરેટ કરો’ પર ક્લિક કરો. પગલું 3 : પછી તમારું રાજ્ય પસંદ કરો અને નામ/HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો પગલું 4 : સર્ચ કર્યા બાદ પરિણામોના આધારે, તમે ચેક કરી શકો છો કે તમારું કુટુંબ PMJAY હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે નહીં. પગલું 5 : ત્યાર બાદ તમને 24 અંક નો HHID નંબર જોવા મળશે. જે તમારે સાચવી ને રાખવો. આયુષ્માન કાર્ડ કઢાવતી વખતે જરૂર પડશે. 💳જે HHID તમને મળ્યો એ લઈ ને તમે નજીક ની હોસ્પિટલ માં જઈ ને આયુષમાન કાર્ડ બનાવી શકો છે અથવા નજીક નું CSC સેન્ટર પર જઈ ને પણ આયુષ્માન ભારત કાર્ડ બનાવી શકો છો. અથવા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા પણ આયુષમાન કાર્ડ બનાવી શકો છો. 💳આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ લાભાર્થી નું આધાર કાર્ડ રાશન કાર્ડ મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝ ફોટો HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો) 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
15
0
અન્ય લેખો