AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો સરળ રીતે!
સમાચારએગ્રોસ્ટાર
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો સરળ રીતે!
💳આયુષ્માન ભારત યોજનાનું આયુષ્માન કાર્ડ તમારી પાસે નથી અથવા ખોવાઈ ગયું છે, તૂટી ગયું છે કે પછી ઘરે આવ્યું જ નથી. તો આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે. કારણ કે, આ આર્ટિકલમાં તમને ઘરે બેઠા ઓનલાઇન તમારા મોબાઈલ દ્વારા ફક્ત 5 મિનિટમાં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે. કેવી રીતે આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવું? 💳પગલું 1 : સૌપ્રથમ તમારા મોબાઈલ કે ડેસ્કટોપ પર “Download Ayushman Card” ટાઈપ કરો. 💳પગલું 2 : ત્યારબાદ તેની ઓફિશિયલ વેબસાઈટ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે. 💳પગલું 3 : હવે તમારો રજીસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચર કોડ દાખલ કરીને “Validate” પર ક્લિક કરવાનું રહેશે. 💳પગલું 4 : હવે તમારું લોગિન ખૂલ્યા બાદ ત્યાં મેનુ બારમાં ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યાં તમને Download Ayushman Card નું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું રહેશે. 💳પગલું 5 : ત્યાર બાદ Aadhaar સિલેક્ટ કરીને Scheme માં PMJAY સિલેક્ટ કરવાનું રહશે. 💳પગલું 6 : તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહશે અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. 💳પગલું 7: ત્યાર બાદ તમારા આધારકાર્ડ સાથે જે રજીસ્ટર મોબાઈલ નંબર લિંક હશે, તે મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે. 💳પગલું 8 : ત્યાર બાદ હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે. 💳પગલું 9 : છેલ્લે, Download Card પર ક્લિક કરીને તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..
25
0
અન્ય લેખો