AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTV9 ગુજરાતી
આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ !
👉રાજ્યના ખેડૂતો માટે નવા વર્ષે શુભ સમાચાર આવ્યા છે. રાજ્યભરમાં લાભ પાંચમના શુભ મુહૂર્તથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થશે. 📍 નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મગફળીના ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. 📍 સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. રાજ્યભરમાં લાભ પાંચમના શુભ મુહૂર્તથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થશે. 📍 રાજ્યના દરેક જિલ્લા મથકે કલેક્ટરની આગેવાનીમાં ખરીદી માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. 📍 આ રચના કરીને ટેકાના ભાવે ખરીદીનું કામ સોંપવામાં આવ્યું છે. રાજ્યના પુરવઠા નિગમ ખાતા દ્વારા આ ખરીદી કરવામાં આવશે. 📍 અત્યાર સુધીમાં 2 લાખ 65 હજારથી વધુ ખેડૂતોએ ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 📍 એક વખતમાં એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળીની ખરીદી થશે. જે બાદ વધુ જમીન હશે તો જમીનના પ્રમાણમાં વધુ મગફળીની ખરીદી કરવામાં આવશે. ત્યારે લાભ પાંચમ ખેડૂતો માટે શુભ નીવડે તેવી આશા બંધાયેલી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ :TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
6
અન્ય લેખો