AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આગામી 48 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
આગામી 48 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 48 કલાક દરમ્યાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપૂર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં પવન સાથે એકાએક વરસાદ તૂટી પડશે. બીજી તરફ દક્ષિણ ભારતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં એકાએક ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે. બેંગ્લોરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના કહેવા મુજબ આગામી 24 કલાકમાં હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ૨૦થી ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. ઉત્તર અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ યથાવત બની રહેશે અને ગરમીમાંથી છૂટકારો મળવાની શક્યતા ઓછી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી ચાંરથી પાંચ દિવસ સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ગરમીનો પ્રકોપ ખાસ રહેવાની શક્યતા છે. સંદર્ભ : સંદેશ ૨૬ મે ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
113
0