AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાની સરળ રીત!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાની સરળ રીત!
👉🏻રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર શ્રી સતત પ્રયત્નશીલ રહે છે.ગુજરાત સરકાર માટે ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતો માટે ઘણી યોજનાઓની ચલાવી રહી છે.તો ચાલો જાણીએ આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું. ખેડૂત યોજના માટે અરજી કરવા જરૂરી દસ્તાવેજો 👉🏻ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખેતીવાડી યોજનાઓના લાભ આપવા માટે સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ વેબાસાઇટ બનાવવામાં આવેલ છે. જેમાં ખેડુત લક્ષી વિવિધ ખેડૂત યોજનાઓના સહાય, સાધનિક સહાય વગેરે માટે ઓનલાઇન ફોર્મ ભરાય અને લોકોને સહાય નો લાભ આપવામાં આવે છે. ઓનલાઈન આઇ ખેડુત પર અરજી ના ફોર્મ ભરવા માટે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડશે. ખેડૂત ખાતેદારના જમીનની નકલ 7-12 એટલે કે જમીનના ઉતારા 👉🏻અરજદાર/ લાભાર્થીનો જાતિ અંગેનો દાખલો (જ્ઞાતિનો સર્ટિફિકેટ)‌ 👉🏻રેશનકાર્ડની નકલ 👉🏻ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ 👉🏻વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો) 👉🏻જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો 👉🏻ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો 👉🏻જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો 👉🏻મોબાઈલ નંબર 👉🏻બેંક ખાતાની પાસબુક આધાર કાર્ડ સાથે લિંક હોય એવી 👉🏻ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક સાથેનું સોગંધનામું વાળુ સંમતિપત્રક આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ કેવી રીતે કરવી? 👉🏻સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે. 👉🏻હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે. 👉🏻હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે. 👉🏻હવે ikhedut portal ની Official Website ઓપન કરો. 👉🏻હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે. 👉🏻હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના” દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે. 👉🏻હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે. 👉🏻જેમાં તમારે ઉદા. તરીકે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે. 👉🏻હવે “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ આપેલ યોજના સહાય પર ક્લિક કરીને યોજના સિલેક્ટ કરી આગળ પ્રક્રિયા ચાલુ થશે.. 👉🏻હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે. 👉🏻જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે બાકી હશે તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 👉🏻હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમને અરજી ફોર્મ જોવા મળશે. 👉🏻હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે અને માંગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. 👉🏻અરજી ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરો. 👉🏻ત્યાર બાદ તમે ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે. 👉🏻સહાય માટે લાભ લેનાર લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબર માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની ખાસ નોંધ લેવી. 👉🏻ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
8
0
અન્ય લેખો