ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આંબામાં ભૂકીછારનું અસરકારક નિયંત્રણ
👉આ રોગ ફૂગથી થાય છે અને ખાસ કરીને ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન, આંબે મોર ફૂટવાના સમયે જોવા મળે છે. મોરની દાંડી ઉપર સફેદ છારી જેવી પરત જણાય છે, જે સમય સાથે બદામી રંગમાં ફેરવાય છે. આ રોગના આક્રમણથી ફળની પ્રગતિ થવા પહેલા અથવા બાદમાં કુમળા મોર પડવા લાગે છે, જે ઉત્પાદનને ગંભીર રીતે અસર કરી શકે છે.
👉આ રોગના અસરકારક નિયંત્રણ માટે મોર ફૂટવાની શરૂઆત થાય ત્યાંથી જ ફૂગનાશક દવાઓનો યોગ્ય છંટકાવ કરવો જરૂરી છે. નીચેના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરો:
1.એગ્રોસ્ટાર હેકઝાકોનાઝોલ 5% ઈસી @ 1 મિલી પ્રતિ લિટર પાણી.
2. એગ્રોસ્ટાર ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) @ 50 ગ્રામ પ્રતિ પંપ.
3. સલ્ફર 80% @ 3 ગ્રામ પ્રતિ 1 લિટર પાણી.
👉છંટકાવ દરમ્યાન દરેક ભાગમાં દવા યોગ્ય રીતે પહોંચે તે ધ્યાનમાં રાખો. સમયસર સારવાર દ્વારા આ રોગના નુકસાનને રોકી ફળની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!