ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આંબામાં અવરોહ મૃત્યુ (ડાયબેક) રોગ અને નિયત્રણ
👉આ રોગ લેસીયોડિપ્લોડીયા નામની ફૂગના કારણે થાય છે, જે આખા વર્ષ દરમિયાન છોડ પર અસર કરે છે. રોગગ્રસ્ત ઝાડોની ઉપરની ડાળીઓ નીચે તરફ સુકાતી જાય છે અને પાંદડા પડી જાય છે. ઘણીવાર ઝાડની છાલ કાળી પડી જાય છે અને તેમાંમાંથી ચીકણા ગુંદર જેવા પ્રવાહીનો પ્રવાહ જોવા મળે છે. રોગના કારણે ડાળીઓ સંકોચાઈ જતી હોય છે, જે ફસલની ગુણવત્તા અને ઉત્પાદન પર નકારાત્મક અસર કરે છે.
👉👉રોગ મુખ્યત્વે નર્સરીમાંથી આવતો હોવાથી, કલમો માટે તંદુરસ્ત માતૃછોડ અને ડાળીઓનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. રોગના અસરકારક નિયંત્રણ માટે નીચેના પગલાં અનુસરો:
1. રોગગ્રસ્ત ડાળીઓ કાપીને નાશ કરવો.
2. મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) 15 ગ્રામ પ્રતિ પંપ પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
3. અન્ય વિકલ્પ તરીકે કોપર 1 (કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબલ્યુજી) 40 ગ્રામ પ્રતિ પંપ પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
👉આ પ્રકારના જૈવિક અને રાસાયણિક ઉપાયો સાથે રોગના પ્રસારને રોકી શકાય છે, ફળોનું ઉત્પાદન વધારી શકાય છે, અને છોડને સ્વસ્થ રાખી શકાય છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!