AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબાનો મેઢ વિશે જાણો.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આંબાનો મેઢ વિશે જાણો.
👉આ જીવાત છોડના થડ કે ડાળીમાં કોરાણ બનાવીને નુકસાન પહોંચાડે છે. માદા કીટક ઝાડના થડની તિરાડમાં અથવા ડાળીઓના જોડાણ પાસે એક-એક ઈંડું મૂકે છે. આ ઈંડામાંથી નીકળતો કીડો છાલમાં દાખલ થઈને ડાળી કે થડની અંદર સર્પાકાર કોરાણ બનાવે છે, જે થડની નીચેની ભાગથી ઉપરની તરફ જતાં જોવા મળે છે. આ કોરાણમાંથી લાકડાનો કૂચો બહાર આવતો હોય છે, જે જીવાતની હાજરી દર્શાવે છે. જો ઉપદ્રવ વધે તો ડાળીઓ અથવા સંપૂર્ણ ઝાડ સુકાઈ જવાની શકયતા રહે છે. 👉જીવાત નિયંત્રણ માટે, જો થડ કે ડાળીઓમાંથી તાજો વહેર જોવા મળે, તો તરત જ તાર વડે જીવાતને કાઢીને મારી નાખવી જોઈએ. વધુમાં, એગ્લોરો (ક્લોરપાયરીફોસ 20% EC) દવામાં બોળેલા રૂના પુમડા કાણામાં મૂકીને, કાણું ભીની માટી વડે બંધ કરવું જોઈએ. આ રીતે જીવાતનો પ્રકોપ નિયંત્રણમાં રહી શકે છે અને છોડને વધુ નુકસાનથી બચાવી શકાય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0
અન્ય લેખો