AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંબાના પાકમાં ફુલભમરી ની માખીનું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આંબાના પાકમાં ફુલભમરી ની માખીનું નિયંત્રણ
🥭માદા પાન અને કળીઓના વચ્ચેના ભાગમાં ઇંડાં મૂકે છે. ઇંડાંમાંથી નીકળેલ ઈયળો પેશીઓમાં દાખલ થાય છે, અને નાની ઉપસેલી ગાંઠો બનાવે છે. આ ઈયળો પૂર્ણ વિકસિત ન થાય ત્યાં સુધી ગાંઠોની અંદર રહી અંદરનો ભાગ ખાઈ વિકાસ પામે છે. 🥭પૂર્ણ વિકસિત ઈયળો કાણું પાડી બહાર નીકળી કુદકો મારી જમીન પર પડી જમીનની અંદર કોશેટા બનાવે છે. 🥭મોર અવસ્થા પૂર્ણ થયા બાદ નવી કંપળો તેમજ ફૂલકળી પર પણ નુકસાન ચાલુ રહે છે. ફૂલની દાંડીમાં નુકસાનનો આધાર તેની અંદર રહેલ ઈયળોની સંખ્યા પર હોય છે. એક ઇંચ લંબાઈની મોરની દાંડીમાં ૧૦૦ જેટલી ઈયળો હોય શકે. 🥭જ્યારે પૂર્ણ વિકસિત ઈયળો દાંડીમાં કાણું પાડી બહાર નીકળે છે ત્યારે કાળાશ પડતા કાણાં જોવા મળે છે. 🥭કાળા ડાઘા એ આ જીવાતથી થયેલ નુકસાનની નિશાની છે. વધુ ઉપદ્રવ હોય ત્યારે નુકશાન પામેલ મોરની દાંડી વિકૃત થઈ એક બાજુ વળી જાય છે, અને તેમાં ઈયળોએ બહાર નીકળવા માટે પાડેલ કાણાં જોઈ શકાય છે. 🥭છેલ્લી અવસ્થામાં આ જીવાત નવા બંધાયેલ મગીયાને પણ નુકસાન કરે છે. આ અવસ્થાએ પાકને વધુમાં વધુ નુકશાન થાય છે. ઈયળો ફૂલના ગર્ભાશયમાં દાખલ થયા બાદ વિકસતા ફળની અંદર ખાઈ વિકાસ પામે છે. 🥭ઈયળ દ્વારા મગીયામાં પાડેલ કાણાં મગીયાના ડીટીયાની નીચેની બાજુમાં જોવા મળે છે જે કાળાશ પડતા રંગના હોય છે. 🥭નુકશાન પામેલ મગીયો (નાના ફળો) પીળા પડી વિકૃત થઈ જાય છે. વિકાસ અટકી જવાથી છેવટે ખરી પડે છે. સચોટ નિયંત્રણ:-  આાંબાવાડીયામાં ઊંડી ખેડ તથા ખામણામાં ગોડ કરવાથી મીંજના કોશેટા જમીનની બહાર આવવાથી તેનો નાશ થશે.  બગીચાની સ્વચ્છતા જાળવવી.  વધુ નુકશાન પામેલ શરૂઆતની મોરની દાંડીઓ તેમજ નુકસાનગ્રસ્ત પાન કાપી તેનો નાશ કરવો.  આા જીવાતના રાસાયણિક નિયંત્રણ માટે એગ્રોઅર (ડાયમીથોએટ 30% ઇસી) ૧.૨ મિ.લિ.૧ લિટર પાણીમાં ભેળવી છટકાવ કરવો. છંટકાવ આંબામાં કૂલકળી એટલે કે મોર નીકળવાના સમયે કરવો.  છંટકાવ ખાસ કરીને બપોર બાદ ૪ વાગ્યા પછી કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મળે છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..
8
0
અન્ય લેખો