AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ રીતે તૈયાર કરો ઓર્ગેનિક ખાતર
જૈવિક ખેતીદૈનિક જાગરણ
આ રીતે તૈયાર કરો ઓર્ગેનિક ખાતર
ખેડુત ભાઈ તેમના ખેતરમાં સહેલાઇથી અને અસરકારક રીતે ઓર્ગેનિક ખાતર બનાવી શકે છે. તેને બનાવવવા માટે 0.9 મીટર ઊંડો, 2.4 મીટર પહોળો, અને મિશ્રિત સામગ્રીના પ્રમાણમાં 5 મીટર લાંબો ખાડો બનાવવો, જો ખેડૂત પાસે પશુ વધારે હોય તો, તે આ વિસ્તાર વધારી પણ શકે છે અથવા અન્ય ખાડો બનાવી શકે. આ ખાડો બન્યા પછી પશુઓનું છાણ, પેશાબ, શાકભાજીની છાલ અને અન્ય સડવાવાળા પદાર્થોનું સમાન મિશ્રણ ખાડામાં ફેલાવવું જોઈએ.
જો ગોબરનું મિશ્રણ સારી રીતે ભળ્યું ન હોય તો તેમાં પાણી ઉમેરવું જોઈએ. હવે પશુના છાણ અને અન્ય મિશ્રિત પદાર્થોને એકસમાન તેની ઉપર 30 સે.મી. રેતીનો સ્તર બનાવીને 6 મહિના માટે તેમજ રાખવો જોઈએ. હવે તમે જોશો કે, 6 મહિના પછી તે ઉપયોગી ઓર્ગનિક ખાતર તૈયાર છે જેમાં તત્વો આ પ્રમાણે છે, નાઈટ્રોજન 0.32 થી 0.50, ફોસ્ફરસ 0.10 થી 0.25, પોટેશિયમ 0.25 થી 0.40, કેલ્શિયમ 0.80 થી 1.20, મેગ્નેશિયમ 0.33 થી 0.70 અને ઝીંક 0.040 શુષ્ક પદાર્થ વગેરે ઉપલબ્ધ થાય છે. સંદર્ભ : દૈનિક જાગરણ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
518
0