AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ રીતે કરો ઓનલાઈન અરજી!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
આ રીતે કરો ઓનલાઈન અરજી!
👉ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવાઓ આપવામાં હાલ મોખરે છે ખેડૂત ઓનલાઇન અરજી આઇ ખેડૂત પોર્ટલ પર સરળતાથી કરી શકે છે જેના માટે આ પોર્ટલ બનાવે છે રાજ્યના તમામ ખેડૂતો તેમના ગ્રામ પંચાયત ખાતે વીસી પાસેથી પણ અરજી કરી શકે છે તો ચાલો આજે આપણે આઇ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. 👉ખેડૂત પોર્ટલ યોજના 2024 ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા: 🔆આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ: https://ikhedut.gujarat.gov.in/ 🔆“નવા ખેડૂત નોંધણી” બટન પર ક્લિક કરો. 🔆માન્ય આધાર નંબર દાખલ કરો અને “OTP મેળવો” બટન પર ક્લિક કરો. 🔆તમારા રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો. 🔆વ્યક્તિગત માહિતી, ખેતીની જમીનની વિગતો અને બેંક ખાતાની વિગતો સહિત ફોર્મ ભરો. 🔆જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો. 🔆“સબમિટ” બટન પર ક્લિક કરો. 🔆તમારી નોંધણી સફળતાપૂર્વક થયા પછી, તમને એક અરજી નંબર મળશે. ઓનલાઈન અરજી માટે ની પાત્રતા 🔆આઈ ખેડૂત પોર્ટલનો લાભ લેવા માટે ખેડૂતો ગુજરાત ના રહેવાસી હોય. 🔆અરજી ફોર્મ ખેડૂતે જાતે ભરવાનું રહેશે. 🔆અરજદારોનું પોતાનું બેંક ખાતું હોવું જોઈએ. ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટ 🔆બેંક ખાતાની વિગતો 🔆અરજી પ્રમાણપત્ર 🔆રેશન કાર્ડ 🔆મોબાઇલ નંબર 🔆આધાર કાર્ડ 🔆જાતિ પ્રમાણપત્ર કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી? 🔆આઈ ખેડૂત પોર્ટલ પર તમામ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. આ અરજી ગ્રામ કક્ષાએથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં, તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે. પરંતુ આ આર્ટિકલની મદદથી હવે, લાભાર્થી ઘરે બેઠા જાતે પણ ઓનલાઈન અરજી કરી શકશે. જેની તમામ માહિતી નીચે મુજબ આપેલી છે. સૌપ્રથમ તમારે સરકારી વેબસાઈટ આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત પર જવું પડશે 🔆આઇ ખેડૂત પોર્ટલ પર તમને અલગ અલગ પેજ જોવા મળશે તેની અંદર યોજના લખેલા છે તેના પર ક્લિક કરવાનું 🔆ખુલ્યા પછી એક પેજ ઉપર આવશે એટલે તમને અલગ અલગ ચાર યોજનાઓ જોવા મળશે 🔆ખેતીવાડીની યોજનાઓ 🔆પશુપાલન યોજનાઓ 🔆બાગાયતી યોજના 🔆મત્સ્ય પાલન અને યોજનાઓ 🔆તમારે જે યોજનામાં લાભ લેવો તેના પર ક્લિક કરવાનું 🔆લિસ્ટમાં આવ્યા પછી તમને ખેતીવાડીની યોજનાઓ જોવા મળશે 🔆તેની અંદર 33 એવી યોજનાઓ છે તેના પર તમારે જે યોજનામાં લાભ મેળવવો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
15
0
અન્ય લેખો