AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ કિટકને ઓળખવામાં ભૂલ તો નહિ કરતા ને ? 
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આ કિટકને ઓળખવામાં ભૂલ તો નહિ કરતા ને ? 
👉લેડીબર્ડ બીટ્લને ખેડૂતમિત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે ખેતરોમાં કુદરતી શત્રુનું કાર્ય કરે છે. આ પરભક્ષી કીટક મુખ્યત્વે ચુંસિયાં કીટકોને ખાય છે, જેમાં મોલો-મશી, સફેદમાખી, તડતડિયા, થ્રિપ્સ વગેરે શામેલ છે. લેડીબર્ડ બીટ્લની ઇયળ અને પુખ્ત અવસ્થા બંને પાક માટે ખૂબ લાભદાયી છે, કારણ કે તે ચુંસિયાં કીટકોનું ભોજન કરી પાકને નુકસાનથી બચાવે છે. 👉આ પરભક્ષી કીટક ખેતરમાં જંતુનાશકોના અતિશય ઉપયોગને ઘટાડવા માટે સહાયક સાબિત થાય છે, જે ખેડૂતોને દવાના ખર્ચમાં બચત કરાવવા ઉપરાંત પર્યાવરણને પણ સુરક્ષિત રાખે છે. લેડીબર્ડ બીટ્લને ખેતીમાં સાચવવા માટે ખેતરમાં જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને તેનો ઉપયોગ કરતાં પહેલાં કીટકોની ઓળખ કરવી જોઈએ. 👉આ પ્રાકૃતિક શત્રુઓને પ્રોત્સાહિત કરવાથી ખેડૂતો વધુ પડતા દવાના ખર્ચમાંથી છુટકારો મેળવી શકે છે અને તેમની ખેતી વધુ ટકાઉ બનાવી શકે છે. તેથી, ખેતરોમાં લેડીબર્ડ બીટ્લના પ્રજનન અને સંવર્ધન માટે યોગ્ય પરિસ્થિતિ ઊભી કરવી એ દરેક ખેડૂત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
19
0
અન્ય લેખો