AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અડદ-ચોળીમાં ટપકાંવાળી શીંગ કોરી ખાનાર ઇયળ:
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
અડદ-ચોળીમાં ટપકાંવાળી શીંગ કોરી ખાનાર ઇયળ:
🍃ઈયળ અવસ્થા ફૂલ, કળી તથા શીંગોને ભેગી કરી જાળુ બનાવી દે છે. આ બનાવેલ જાળામાં અંદર રહી ઇયળ દાણા ખાય છે અને દાખલ થવાના છિદ્રને હંગારથી પૂરી દે છે. 🍃આ જીવાતના નિયંત્રણ માટે એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૧૦ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૮ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે જીવાતની શરુઆત થાય ત્યારે છંટકાવ કરવો. 🍃 જંતુનાશક દવાઓના રહી જતા અવશેષોને ગણત્રીમાં લેતા કાપણી અને દવાના છંટકાવ વચ્ચે ૨૦ થી ૨૩ દિવસનો ગાળો રહે તે પણ જોવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
5
4