AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અડદ અને ચોળામાં શીંગ કોરી ખાનાર ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
અડદ અને ચોળામાં શીંગ કોરી ખાનાર ઇયળ !
ટપકાંવાળી ઇયળનું આક્રમણ થવાને લીધે શીંગોમાં દાણા ભરાતા નથી અથવા તો ઇયળ દ્વારા ખવાઇ જાય છે. પરિણામે, ઉત્પાદન પર માઠી અસર પડતી હોય છે. આ ઇયળને જોતા ઇયળ લીલાશ પડતી રંગની હોય છે અને તેના શરીર ઉપર કાળા રંગના અસંખ્ય નાના નાના વાળ જોવા મળે છે. પુખ્ત ઇયળ અર્ધપારદર્શક અને શરીર ઉપર કાળા ટપકાંની ૬ હરોળ જોવા મળે છે જેથી આ ઇયળને “ટપકાંવાળી ઇયળ” કહેવામાં આવે છે. નિયંત્રણ માટે, ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫% ડબલ્યુજી ૨૨૦ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૩૯.૩૫% એસસી ૧૦૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી ૧૦૦ મિ.લિ. પ્રતિ એકર પ્રમાણે જીવાતની શરુઆત થાય ત્યારે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
23
0