AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અઝોલા ની ઉપયોગીતા !
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
અઝોલા ની ઉપયોગીતા !
🍀 અઝોલા પીનાટા વનસ્પતિના પાનમાં બ્લુ ગ્રીન લીલ હોય છે. જે હવાનો નાઈટ્રોજન લે છે. 0.2 થી 0.3 ટકા નાઈટ્રોજન લીલા છોડમાં હોય છે સૂકા છોડમાં 3થી 5 ટકા હોય છે. અઝોલાની છ જાતોમાંથી અઝોલા પીનાટા સારી અને સૌથી સફળ પુરવાર થઈ છે. આના છોડ ત્રિકોણાકાર અને કદમાં ૧.૦ – ર.પ સે.મી.ના હોય છે. આ ર–૩ દિવસમાં વિભાજન થઈ બમણા થાય છે. તેનો રોપાણ ડાંગર માં નાઈટ્રોજન યુકત ખાતર તરીકે નો ઉપયોગ કરવાથી ડાંગરની રપ–પ૦ ટકા નાઈટ્રોજન યુકત ખાતરની ગરજ સારે છે. પ૦૦ કિ.ગ્રા. સૂકી લીલ ૧પ–ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન/ હેકટરે પુરું પાડે છે.સામાન્ય સંજોગોમાં ર૦–રપ કિ.ગ્રા. નાઈટ્રોજન / હેકટરે પુરો પાડે છે. લીલ ને વૃધ્ધિ માટે પ–૧૦ સે.મી. સતત છીછરું પાણી જોઈએ છે. જો ખાતર ભીનું હોય તો પણ તેમાં તેની પુષ્કળ વૃધ્ધિ થાય છે. ડાંગરની ફેરરોપણી બાદ પ થી ૧૦ દિવસ પછી લીલ ૧૦ કિ.ગ્રા. / હેકટર ના દરે ખેતરમાં પૂંખીને આપી શકાય છે. તે ડાંગરની કુલ 25થી 50 ટકા સુધી નાઈટ્રોજન ખાતર આપે છે. આ ઉપરાંત ઈન્ડોલ એસેટીક એસીડ, જીબ્રેલિક એસીડ, ઓકઝીન્સ, એસ્કોર્બિક એસીડ જેવા વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવે છે. વધુમાં અદ્રાવ્ય ફોસ્ફોરસને દ્રાવ્ય કરે છે. જેથી ચોખાના ઉત્પાદનમાં 8થી 10 ટકા વધારો થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3
અન્ય લેખો