AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અંબાલાલ પટેલની તારીખો સાથે વરસાદ આગાહી!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અંબાલાલ પટેલની તારીખો સાથે વરસાદ આગાહી!
⛈️ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદ ઓછો થયો હતો, પરંતુ જુલાઈ મહિનામાં જોરદાર વરસાદ પડ્યો છે. જેના કારણે જૂન મહિનાની વરસાદની ઘટ પુરી થઇ છે. જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે અને હજુ ઉત્તર ગુજરાતમાં વરસાદની જરુર છે. આવામાં આગામી ઓગસ્ટ મહિનાને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ⛈️તેમણે જણાવ્યું કે, 2 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે. જેથી 2થી 3 ઓગસ્ટે હવામાનમાં પલટો આવી શકે છે અને 3થી 4 ઓગસ્ટે ઉત્તર ભારતમાં વરસાદ થશે. જેની અસરના કારણે ગુજરાતનું હવામાન પલટાશે. ⛈️6 અને 7 ઓગસ્ટે બીજી સિસ્ટમ બનતા મધ્ય પ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. અમુક ભાગોમાં ભારે વરસાદની શકયતા રહેશે. 10થી 12 ઓગસ્ટે ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ⛈️14થી 16 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 16થી 18 ઓગસ્ટે સૌરાષ્ટ્ના સહિત ઘણા ભાગોમાં વરસાદ થશે. 19થી 22 ઓગસ્ટે વરસાદી ઝાપટા પડશે. 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં વરસાદ પડશે. 30 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બરે ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ⛈️અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. 17 ઓગસ્ટથી સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા વરસાદની શક્યતા રહેશે. મઘા નક્ષત્રનું પાણી ઉત્તમ ગણાય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
45
0