પશુપાલનTV 9 ગુજરાતી
YouTube પર વીડિયો જોઈ યુવકે શરૂ કર્યું ગૌપાલન ! આજે કરે છે લાખોની કમાણી.
🐄 પશુપાલન અને તેમાં પણ ખાસ કરીને ગૌપાલન આજે નફાકારક વ્યવસાય બની ગયો છે. મોટી કંપનીઓમાં વધારે પગાર મેળવતા યુવાનો પણ તેના તરફ આકર્ષિત થઈ રહ્યા છે અને તેને કારકિર્દી તરીકે અપનાવી રહ્યા છે. આ યુવક અભ્યાસની સાથે ગૌપાલન કરી અને સારી કમાણી પણ કરી રહ્યો છે. 🐮 વર્ષ 2020 માં શરૂઆત કરી:- યુવાન દ્વારા શરૂ કરાયેલા આ ફાર્મનું નામ આર.કે. ડેરી ફાર્મ છે. ફાર્મના ઓપરેટર રોહન તિવારી જણાવે છે કે, તેણે યુટ્યુબ પર વીડિયો જોઈને જ ગૌપાલન શરૂ કર્યું છે. રોહન હાલમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. ફાર્મ શરૂ કરવા પાછળનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે, તેમને ગાયોની સેવા કરવી ગમે છે. આ સાથે તેમને આવક પણ મળે છે. હાલ તે અભ્યાસ કરે છે અને ગાયોની સેવા પણ કરે છે. બે ગાયથી શરૂઆત કરી હતી:- રોહન કહે છે કે તેણે બે ગાય સાથે પોતાનું ડેરી ફાર્મ શરૂ કર્યું. તે પછી ધીરે ધીરે તે ગાયોની સંખ્યા વધારતો રહ્યો. જેમ જેમ દૂધની માગ વધી, તે જ રીતે તે ગાયોની સંખ્યામાં વધારો કરતો રહ્યો. રોહન કહે છે કે, ક્યારેય એક સાથે વધારે ગાય ખરીદવી જોઈએ નહી. કારણ કે તેના દ્વારા ઉત્પાદીત થયેલા બધા જ દૂધનું વેચાણ ન થાય તો આવી સ્થિતિમાં નુકસાન થાય છે. હાલ તેના ફાર્મમા એક ગાય સિવાય બધી જ ગાય દૂધ આપે છે. બધી ગાયો HF જાતિની છે. આજે રોહનનાં ફાર્મમાંથી દરરોજ 100 લિટરથી વધુ દૂધ બજારમાં વેચાણ માટે જાય છે. તે 45 રૂપિયા પ્રતિ લિટરના દરે ગાયનું દૂધ વેચે છે. નોકરી કરતાં ગૌપાલન વધારે નફાકારક:- રોહન કહે છે કે તેને આ કામ માટે પરિવાર તરફથી સહયોગ મળ્યો છે અને નોકરી કરતાં આ વ્યવસાય કરવો વધુ સારો છે, કારણ કે તેમાં સારી કમાણી થાય છે. સાથે ગાયોની સેવા પણ થાય છે. રોહન જણાવે છે કે તે દરરોજ સવારે પાંચ વાગ્યે અહીં પહોંચે છે. આ સિવાય તેમણે અહીં યોગ્ય મોનિટરિંગ માટે સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. રોહન રોજ પોતાનો મોટાભાગનો સમય અહીં વિતાવે છે. તેમણે કહ્યું કે જો આ વ્યવસાય યોગ્ય કાળજી અને સંચાલન સાથે ચલાવવામાં આવે તો ડેરી વ્યવસાય ખોટ કરતો વ્યવસાય નથી. તે દૂધ ઉપરાંત ઘી અને ચીઝ બનાવી તેનું પણ વેચાણ કરે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
38
3
અન્ય લેખો