ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીના પાકમાં મુંડાનું જીવન ચક્ર!
જીવાતનું જીવન ચક્ર: આ જીવાતના ચાર તબક્કા છે: ઇંડા, ઈયળ, કોશેટા અને પુખ્ત. ઇંડા: ચોમાસા પછી, પુખ્ત ઢાલિયા જમીનમાંથી સાંજના સમયમાં બહાર આવે છે અને શેઢા ઉપરના લીમડા, બાવળ, વિદેશી બાવળ જેવા છોડના પાન ખાય છે. માદા સામાન્ય રીતે ૧૫ થી ૧૮ દિવસમાં ૫૦ થી ૬૦ ઇંડા જમીનમાં મૂંકે છે. ઇંડા અવસ્થા ૭ થી ૧૦ દિવસની હોય છે ઈયળ: ઈયળનો પ્રથમ તબક્કો ૬૦ થી ૯૦ દિવસનો હોય છે, બીજો તબક્કો ૫૫ થી ૧૧૦ દિવસનો છે અને ત્રીજો તબક્કો ૪ થી ૫ મહિનાનો છે. કોશેટા: ત્રીજા તબક્કામાં, સંપૂર્ણ વિકસિત ઈયળ સેવનના તબક્કામાં (૨૦ થી ૨૨ મિનિટ) ૭૦ સે.મી.ની ઉંડાઇએ જમીનમાં જતાં રહે છે. પુખ્ત: સામાન્ય રીતે એક પેઢી પૂર્ણ કરવામાં એક વર્ષ લાગે છે. નુકસાન: ઈયળ શરૂઆતમાં માટીના ઓર્ગેનિક પદાર્થને ખાય છે, અને પછી શેરડીના પાકના મૂળોને વીંધીને મૂળનો નાશ કરે છે. અસરગ્રસ્ત છોડના પાન પીળા થઈ જાય છે અને છોડ સુકાઇ જાય છે. જૈવિક નિયંત્રણ: • ખરીફ સીઝનમાં ૨૫ કિલો / હેક્ટર બીવેરિયા બેસિયાના આપો. • પાકને સિંચાઈ આપ્યા પછી, ફૂગનાશકને છાણીયા ખાતર સાથે ભેળવી દો અને તેને શેરડીના ખેતરમાં પાકના મૂળ નજીક લગાવો. રાસાયણિક નિયંત્રણ: • ફિપ્રોનીલ ૪૦% + ઇમિડાક્લોપ્રીડ ૪૦% ડબલ્યુજી દાણાદાર દવા ૫૦૦ ગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે જરુરી પાણીમાં ઓગાળી જમીનમાં આપવી.
સંદર્ભ: કૃષિ જાગરણ_x000D_ _x000D_ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
104
5
સંબંધિત લેખ