AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણાના પાક માટે પાણીનું વ્યવસ્થાપન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણાના પાક માટે પાણીનું વ્યવસ્થાપન
રવિ સીઝન દરમિયાન લેવાતા પાકમાં ચણા મહત્વનો પાક છે. ઘણા ખેડૂતો હસ્ત નક્ષત્રના વરસાદનો ફાયદો લે છે અને ચણાનું વાવેતર કરે છે અને વધુ ઉપજ પ્રાપ્ત કરે છે. ચણાની વધુ ઉપજ મેળવવા માટે, પાણી વ્યવસ્થાપન અંગેનો આ લેખ ચોક્કસપણે લાભદાયી રહેશે.
જ્યાં ચણાનું વાવેતર કરવામાં આવે તેવી જમીનમાં ભેજ ખૂબ ઓછો હોય અને જો એક સમયે પાણી પૂરું આપવું શક્ય હોય તો ચણાને ફૂલોના તબક્કે પાણી આપવું જોઈએ . પિયત ખેતીમાં, જમીનની તૈયારી કરતી વખતે, બે ખામણાઓ વચ્ચેની જગ્યાને ઓછામાં ઓછી રાખવી જોઈએ અને ખેતરના ઢાળના આધારે લંબાઈ ઓછી રાખવી જોઈએ. મધ્યમ માટીમાં, 20 થી 25 દિવસ પછી પ્રથમ વાર પાણી આપવું, 45 થી 50 દિવસ પછી બીજી વાર પિયત આપવું અને 65 થી 70 દિવસ પછી ત્રીજી વાર પિયત આપવાનું રહેશે. ભારે માટીમાં માત્ર બે વખત પિયત પુરવઠો પૂરતો છે. પ્રથમ પિયત 30 થી 35 દિવસ પછી અને બીજુ પિયત 60 થી 65 દિવસ પછી આપવું જોઈએ. ચણા માટે આશરે 25 સેન્ટિમીટર પાણી જરૂરી છે. દરેક પિયત યોગ્ય રીતે આપવું જરૂરી છે વધારાનું પાણી આપવાથી પાક બગડી શકે છે. ખેતરની ઊંડાઈ મુજબ, બે પિયત વચ્ચે સમય ગાળો જાળવી રાખવો જોઈએ. પાકમાં એક વખત પિયત અપાય તો 30 ટકા ઊપજ મળે છે, બે વાર પિયત અપાય તો 60 ટકા જેટલું ઉપજ વધારશે અને ત્રીજી વાર પિયત અપાય તો બેવડી ઉપજ પેદા કરી શકાય છે. ટપક સિંચાઈ છંટકાવની સ્પ્રીન્ક્લર પદ્ધતિ દ્વારા પાણી આપવાથી ચણાની ઉપજ નોંધપાત્ર પ્રમાણમાં વધે છે. ચણાનો પાક પાણી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને વધુ પડતું પાણી પાકને બગાડે છે, તેથી સ્પ્રીન્ક્લર પદ્ધતિ થી સિંચાઇ ચણાને પાણી આપવાની ખૂબ જ યોગ્ય પદ્ધતિ છે. આ પદ્ધતિ દ્વારા પાકને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાય છે. તેનાથી પાકમાં નિંદણ ઓછી આવે છે. સ્પ્રીન્ક્લર સિંચાઈની મદદથી પાણીનો મર્યાદિત છંટકાવ કરી શકાય છે, જેથી મુળિયાના સડાને કારણે પાકને થતું નુકશાન અટકાવી શકાય છે. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ, 2 નવેમ્બર 17
298
2
અન્ય લેખો