AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વર્મીકમ્પોસ્ટ છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે  છે
જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વર્મીકમ્પોસ્ટ છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે
શેરડી, શાકભાજી , ખેતર નો કચરો અને અન્ય ઘાસ જેવી સામગ્રીઓનું મિશ્રણ કરી 1.5 મીટર પહોળા અને 0.9 મીટર ઊંચા ક્યારા તૈયાર કરવા . દરેક ચોરસ મીટર માટે 350 પુખ્ત અળસિયા છોડવા. 40% થી 50%ની વચ્ચે ભેજ અને 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવવું જોઈએ. બાષ્પીભવન દ્વારા વ્યય થતા પાણીને રોકવા માટે વાંસ અને લાકડાનો ઉપયોગ કરીને શેડ બનાવવો . ઉનાળામાં દિવસમાં બે વાર પાણી છાંટવું અને શિયાળા માં એક વાર ઘાસ ના ક્યારા માં પાણી છાંટવું. વપરાશ કરવા માટે, અળસિયા ઘાસની પથારીમાં ઊંડે પ્રવેશ કરે છે અને સડેલો કચરો ખાય છે અને કાળા વધારાનો કચરો બહાર કાઢે છે. જેનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. કાળા ખાતર એટલે કે વર્મીકોમ્પોસ્ટ એક લીટર બન્યા બાદ પોટેશિયમ મોબિલીઝર કલ્ચર ના લિટરમાં ઉમેરો. ત્રણથી ચાર દિવસ સુધી પાણી છાંટવું નહી કારણ કે અળશિયા પ્રકાશ માં બેડ ના તળિયે હોય છે. બધા પાક માટે સામાન્ય રીતે 5-6 ટન વર્મીકોમ્પોસ્ટનો ઉપયોગ કરી શકાય છે.
ફાયદા: 1. બધા પ્રકારની જમીન માટે વાપરી શકાય છે. 2. ખેતી માટે ખુબ અસરકારક છે. 3. પાક ને બધા પોષકતત્વો પુરા પાડે છે. 4. જમીન ની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. 5. છોડ ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. 6.જંતુનાશકના વપરાશ ઘટાડવા માટે મદદ કરે છે. 7. પાક ની ઉપજ વધારે છે સાથે રંગ, સ્વાદ, અને ક્વોલીટી વધારે છે. 8. રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. 9.અળસિયાના ખાતરમાં નાઇટ્રોજનની માત્રા ફોસ્ફરસ કરતા પાંચ ગણી અને પોટાશ કરતા સાત ગણી હોય છે. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
141
0