AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડ્રોન ટેક્નોલોજીનો પાક સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગ !
સ્માર્ટ ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડ્રોન ટેક્નોલોજીનો પાક સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગ !
• હાલમાં ખેડૂતો માણસ દ્વારા ચલાવતા પંપ કે પછી ટ્રેક્ટર સાથે જોડીને કે મશીન દ્વારા ચાલતા પંપથી ખેતરમાં દવાઓનો છંટકાવ કરે છે. • હવે એવી ટેક્નોલોજી આવી રહી છે કે જેની મદદથી રોગ-જીવાતનું અનુમાન કરી શકાશે અને રોગ-જીવાત કેટલી માત્રા છે તે પણ જાણી શકાશે. આવી ટેક્નોલોજી મદદથી વિકસાવેલ સાધનોથી પાક ઉપર દવાનો છંટકાવ કરી શકાશે, જે ટેક્નોલોજી વિકસી રહી છે તેને ડ્રોન ટેક્નોલોજી કહેવામાં આવે છે. • ડ્રોન એ ચાલકરહિત વિમાનનો એક પ્રકાર છે. કૃષિ ક્ષેત્રમાં વપરાતા ડ્રોનને એગ્રીકલ્ચરલ ડ્રોન તરીકે ઓળખવામાં આવે છે. • આવા ડ્રોનમાં સ્થિર કેમેરા, વિડીયો રેકોર્ડર, હાયપરસ્પેક્ટ્રલ કેમેરા, સેન્સર વિગેરે લગાડેલા હોય છે. • ડ્રોનથી ચોકસાઇપૂર્વક જુદા જુદા માપમાં જંતુનાશકો કે નિંદામણ નાશકોનો છંટકાવ કરી શકાય છે. • ડ્રોન દ્વારા પાડેલ પાકના ફોટાઓનું એક ખાસ બનાવેલ સોફ્ટવેરથી પૃથ્થકરણ કરી રોગ-જીવાત અને તેના પ્રમાણની માહિતી મેળવી શકાય છે. • ડ્રોનની મદદથી રોગ-જીવાતની આગોત્તરી જાણકારી મેળવી શકાય છે. • માનવ સ્વાસ્થ્યને હાની પહોંચાડતી દવાઓનો છંટકાવ સરળતાથી કરી શકાય છે. • પાકની ગમે તેટલી ઉચાઇએ ડ્રોનની મદદથી દવાનો છંટકાવ શક્ય બનશે જેમ કે શેરડી અને નારિયેલ જેવા ઉંચા ઝાડો ઉપર. • દવાનો ખર્ચ/ મજુરી ખર્ચ અને સમય ઘટે છે અને ઓછા પાણીની જરુતિયાત રહે છે. • ડ્રોન દ્વારા પાક ઉપર ખૂબ જ અસરકારક અને સમાનરુપે છંટાય છે. • ઉબડ-ખાબડ કે ઢાળવાળી જમીનમાં કે ડુંગરાળ વિસ્તારમાં કરેલ પાકમાં પણ સરળતાથી છંટકાવ કરી શકાય છે. • ક્યારે કે જીવાતનો મોટા વિસ્તારમાં વસ્તિ વિસ્ફોટ થાય તો ટુંકા સમયમાં મોટા વિસ્તારમાં દવાનો છંટકાવ કરી શકાશે. • ભવિષ્યમાં ડ્રોન દ્વારા પ્રયોગશાળામાં ઉછેરેલ પરજીવી-પરભક્ષી કિટકોને પાક ઉપર મોટા વિસ્તારમાં છોડી શકાશે જે માનવ દ્વારા શક્ય ઓછું બને છે. • આ ફાયદાની સાથે સાથે અત્યારે આ ખર્ચાળ ટેક્નોલોજી છે અને ઉપયોગ મર્યાદિત છે, પણ સમય જતા ટેક્નોલોજી સસ્તી પડશે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
117
3