AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
UN ની ચેતવણી - હવે આફ્રિકાથી ભારતમાં તબાહી મચાવવા આવી રહ્યા છે કરોડો તીડ
કૃષિ વાર્તાન્યૂઝ18
UN ની ચેતવણી - હવે આફ્રિકાથી ભારતમાં તબાહી મચાવવા આવી રહ્યા છે કરોડો તીડ
સંયુક્ત રાષ્ટ્રો. કોરોનાવાયરસ સામે લડતા ભારત માટે મુશ્કેલીઓ વધી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ એજન્સીના એક ઉચ્ચ અધિકારીએ ચેતવણી આપી છે કે ટૂંક સમયમાં કરોડોની સંખ્યામાં તીડ ભારત પર હુમલો કરી શકે છે. આ સામાન્ય તીડ નથી પરંતુ રણના તીડનું એક જૂથ છે જે પાક માટે વિનાશક સાબિત થઈ શકે છે. યુએનએ આ ચેતવણી ભારત, પાકિસ્તાન અને પૂર્વ આફ્રિકાના દેશોને જારી કરી છે. યુ.એન. અનુસાર, આ તીડ ખોરાકની સુરક્ષા માટે એક મોટો ખતરો છે અને તે આવતા મહિને પૂર્વ આફ્રિકાથી ભારત અને પાકિસ્તાન જઈ શકે છે અને આની સાથે અન્ય જંતુઓ ના ઝુંડ પણ આવી શકે છે. તમને જણાવી દઇએ કે રણના તીડને વિશ્વનો સૌથી વિનાશક પ્રવાસી જીવજંતુ માનવામાં આવે છે અને એક ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા એક ઝુંડ માં આઠ કરોડ સુધીના તીડ હોય શકે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ) ના વરિષ્ઠ સ્થાનિક આગાહી અધિકારી કીથ ક્રેસમેન એ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ જાણે છે કે આપણે દાયકાઓમાં અત્યાર સુધીના રણ તીડના સૌથી ખરાબ હુમલા નો સામનો કરી રહ્યા છીએ. પૂર્વ આફ્રિકામાં મચાવી છે ભારે તબાહી કીથ ક્રેસમેન એ કહ્યું, "હાલમાં તે પૂર્વ આફ્રિકામાં છે જ્યાં તેઓએ આજીવિકા અને ખાદ્ય સુરક્ષાને મુશ્કેલ બનાવ્યા છે, પરંતુ હવે આવતા મહિને અથવા ત્યાર બાદ, આ અન્ય વિસ્તારોમાં ફેલાશે અને પશ્ચિમ આફ્રિકા તરફ આગળ વધશે." તેમણે ગુરુવારે ઓનલાઈન કોન્ફરન્સમાં કહ્યું, જો તે હિંદ મહાસાગરને પાર કરીને ભારત અને પાકિસ્તાન તરફ જશે, તો તે એક મોટી આપત્તિ બની રહેશે. હાલમાં, કેન્યા, સોમાલિયા, ઇથોપિયા, દક્ષિણ ઈરાન અને પાકિસ્તાનના ઘણા ભાગોમાં તીડનો હુમલો સૌથી તીવ્ર છે અને જૂનમાં તેઓ કેન્યાથી ઇથોપિયા તેમજ સુડાન અને સંભવત પશ્ચિમ આફ્રિકામાં ફેલાશે. સંદર્ભ : ન્યૂઝ 18, 22 મે 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
254
0
અન્ય લેખો