AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જો ચોમાસું ખેચાય તો નીચે પ્રમાણે પગલા લેવા.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જો ચોમાસું ખેચાય તો નીચે પ્રમાણે પગલા લેવા.
1. છોડના સારા વિકાસ માટે પાણીની વ્યવસ્થા કરો. શક્ય હોય તો જયારે હવા ની ગતી ધીમી હોય ત્યારે પાણી આપવું. પિયત સવારે અથવા સાંજે આપવું. 2. જો પાણીની વ્યવસ્થા થાય તો તેને ડ્રીપ અથવા સ્પીન્ક્લર થી પિયત આપવું. તળાવ,કુવા અને બોરવેલ માં રહેલા પાણીનો કાર્ય ક્ષમ ઉપયોગ કરવો. 3. પાક ના સ્ટેજ પ્રમાણે નિંદામણ વ્યવસ્થાપન માટે હળવી આંતર ખેડ કરવી. 4. આતરા ચાસમાં મલ્ચીંગ કરવું. 5. રોગ અને જીવાતનું વ્યવસ્થાપન કરવું. ઓર્ગેનિક અને બેક્ટેરીયલ યુક્ત ખાતર આપવું જે પાણીની સંગ્રહ શક્તિ વધારી આપે.
6. ફળ પાકોમાં રોગ વાળી ડાળીઓ દુર કરી ૧% બોરડેક્ષ મીક્ષર નો છંટકાવ કરવો. બાગાયત પાકોમાં મલ્ચીંગ નો ઉપયોગ કરવો. 7. શેરડીમાં પાણીના બાષ્પીભવન અટકાવવા ૨ થી ૩ ટન શેરડીનું ભૂશું પાથરવું. 8. બાષ્પીભવન અટકાવવા માટે કેઓલીન ૭% પાક પર છંટકાવ કરવો. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
64
0
અન્ય લેખો