કૃષિ વાર્તાફાઇનાન્શ્યલ એક્સપ્રેસ
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના :12 રૂપિયામાં 2 લાખ સુધીનો અકસ્માત વીમો !
કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સામાજિક સુરક્ષા યોજનાઓમાં પીએમ સુરક્ષા વીમા યોજનાનો પણ સમાવેશ થાય છે. આ વીમા યોજનામાં, માત્ર 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર, અકસ્માત સમયે 2 લાખ રૂપિયા સુધી વીમા કવર આપવામાં આવે છે. આ રકમ તમારા લિંક કરેલ બેંક ખાતામાંથી જ કાપવામાં આવે છે. આ યોજનાનો સમયગાળો એક વર્ષનો હોય છે અને દર વર્ષે તેનું નવીકરણ કરવું પડે છે. 18 વર્ષથી 70 વર્ષ સુધીનો કોઈપણ નાગરિક તેમાં ભાગ લઈ શકે છે, જેમની પાસે બેંક ખાતું છે. કેવી રીતે લાભ મળશે ? પીએમ સુરક્ષા વીમા યોજનામાં જોડાયા બાદ રૂ. બે લાખ સુધીનો વીમા કવર આપવામાં આવે છે. • અકસ્માતમાં મૃત્યુ પર: આશ્રિતોને 2 લાખ રૂપિયા. • કાયમી અપંગતા પર: આશ્રિતોને 2 લાખ રૂપિયા. • આંશિક અપંગતા પર: આશ્રિતોને 1 લાખ રૂપિયાની રકમ. પીએમ સુરક્ષા વીમા યોજના માટે મહત્વનું ની વાત: • આ યોજના માટેની વય 18 વર્ષથી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ યોજનાનો લાભ 70 વર્ષ પછી મળવા પાત્ર નથી. • આ યોજનાનો લાભ લેવા માટે, અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. • બેંક એકાઉન્ટ માંથી સીધું જ પ્રીમિયમ બાદ થશે. • જો એકાઉન્ટમાં કોઈ બેલેન્સ નથી, તો પોલિસી રદ કરવામાં આવશે. • બેંક ખાતું બંધ થવાના કિસ્સામાં પોલિસી બંધ થશે. • જો તમારી પાસે એક થી વધુ બેંક ખાતા છે, તો ફક્ત એક જ બેંક ખાતા સાથે આ યોજના માટે લિંક કરી શકાશે. કેવી રીતે રજીસ્ટર કરવું ? • તમે જે બેંકમાં ખાતું છે તે બેંકની કોઈપણ શાખાની મુલાકાત લઈને તમે પીએમ સુરક્ષા વીમા યોજના પોલિસી માટે અરજી કરી શકો છો. • આ યોજના સાથે જોડાયેલ ફોર્મ https://www.dif.mp.gov.in/pmjsby.htm પરથી ડાઉનલોડ કરી બેંકમાં સબમિટ કરી શકાય છે. • પ્રીમિયમ માટે, તમારે બેંક ફોર્મમાં મંજૂરી આપવી પડશે કે પ્રીમિયમ રકમ તમારા ખાતામાંથી જ કાપવામાં આવશે. સંદર્ભ : ફાઇનાન્શ્યલ એક્સપ્રેસ આપેલ યોજના માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને મોકલો અને આ યોજનાનો લાભ મેળવો.
17
4
સંબંધિત લેખ