ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ખાંડ ઉત્પાદનમાં ગત વર્ષની સરખામણીમાં 8.15% વધારો
વર્તમાન સીઝન 2018-19 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) ના પ્રથમ ચાર મહિનામાં ખાંડનું ઉત્પાદન 8.15% વધીને 185.19 લાખ ટન થયું છે જ્યારે પાછલી સીઝન દરમિયાન માત્ર 171.23 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઇસ્મા) અનુસાર ચાલુ સિઝનમાં સુગરમિલોએ પહેલાથી જ શેરડી નું પીલાણ ચાલુ કરી દીધેલ હતું. જેથી પાછલા વર્ષ કરતાં ખાંડ નું વધુ ઉત્પાદન થયું હતું, પરંતુ કુલ ઉત્પાદન5% થી 6%એટલે કે 325 લાખ ટનથી ઘટવાની ધારણા છે. આઈએસએમએના જણાવ્યા મુજબ ચાલુ સીઝનમાં કુલ ખાંડનું ઉત્પાદન 307 લાખ ટન હોવાનો અંદાજ છે. મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 12.07% વધીને 70.70 લાખ ટન થયું છે. જોકે ઉત્તર પ્રદેશમાં વર્તમાન પીલાણ ની સીઝન દરમિયાન 53.36 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું, જે 53.98 લાખ ટન કરતા સહેજ ઓછું હતું. વર્તમાન સમયમાં રાજ્યમાં ખાંડના
રીકવરી દરમાં વધારો થયો છે. જે અગાઉના વર્ષ કરતાં 0.81% વધુ વધી છે. આ સાથે 31 જાન્યુઆરી સુધીમાં કર્ણાટકમાં આ સિઝનમાં ખાંડનું ઉત્પાદન 24.71% વધીને 33.40 લાખ ટન થયું. સોર્સ - આઉટલુક એગ્રીકલ્ચર, 05 ફેબ્રુઆરી 2019
3
0
સંબંધિત લેખ