AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દેશમાં આશરે 5 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું
કૃષિ વાર્તાલોકમત
દેશમાં આશરે 5 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું
નવી દિલ્હી: દેશભરમાં 100 જેટલી સુગર મિલોએ કામ શરૂ કરી દીધું છે, જેમાં 4.85 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. દેશમાં ખાંડનું આ ઉત્પાદન પાછલા વર્ષથી અડધાથી ઓછું છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન, દેશમાં 310 સુગર મિલોમાં કામ શરૂ થયું હતું. ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં શેરડીનું પિલાણ 22 નવેમ્બરથી શરૂ થયું હતું. તેમ છતાં, અહીં માત્ર છ ફેક્ટરીઓમાં પિલાણકામ શરૂ થયું છે. કર્ણાટકની 18 સુગર મિલોમાં કામ શરૂ થયું છે, જેમાં 1.49 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. ગયા વર્ષે 53 મિલોમાં 3.60 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. આ દરમિયાન, આ વર્ષના પૂરને પરિણામે, ખાંડનું ઉત્પાદન પાછલા વર્ષ કરતા 45 થી 50 લાખ ટન ઘટવાનો અંદાજ છે.
ઉત્તર પ્રદેશની 69 સુગર મિલોમાં પિલાણ શરૂ થઈ ગઈ છે અને 2.9 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. ઉત્તરાખંડ અને બિહારમાં બે-બે કારખાના શરૂ થયા, હરિયાણામાં એક, ગુજરાતમાં ત્રણ અને તમિળનાડુમાં પાંચ ફેક્ટરીઓમાં 49 હજાર ટન ખાંડનું ઉત્પાદન થયું છે. સંદર્ભ - લોકમત, 26 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
72
0