AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દેશમાં ખાંડના ઉત્પાદનમાં 26% ઘટાડો
કૃષિ વાર્તાએગ્રોવન
દેશમાં ખાંડના ઉત્પાદનમાં 26% ઘટાડો
નવી દિલ્હી: 15 જાન્યુઆરી સુધી દેશમાં 440 ખાંડ ફેક્ટરીઓમાં શેરડીનું પિલાણ શરૂ થઇ ચૂક્યું છે. આ ફેક્ટરીઓએ 1 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી દરમિયાન 108.8 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ગયા વર્ષના સમયગાળાની તુલનામાં ખાંડના ઉત્પાદનમાં 26.2% નો ઘટાડો જોવા મળ્યો છે.
ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ઓછા ફેક્ટરીઓ કાર્યરત થઈ છે. 15 જાન્યુઆરી સુધીમાં, 440 ખાંડ ફેક્ટરીઓમાં શેરડીનું પિલાણ શરૂ થઈ છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 511 ખાંડ ફેક્ટરીઓએ પિલાણ શરૂ કર્યું હતું. કર્ણાટકમાં 63 ખાંડ ફેક્ટરીઓએ 21.9 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. સુગર ફેક્ટરીઓએ ગયા વર્ષેના સમાન ગાળા દરમ્યાન 65 ખાંડ ફેક્ટરીઓએ 26.8 લાખ ટન ખાંડ નું ઉત્પાદન કર્યું હતું.કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એ ખાંડનાસૌથી મોટું ઉત્પાદક રાજ્યો છે. ખાંડ ફેક્ટરીઓ પર વર્ષ 2018-19માં દેશમાં આશરે સાડા ચાર હજાર કરોડ રૂપિયા બાકી છે. સંદર્ભ: 20 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
55
0