ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આ વર્ષે મીલીબગ ઓછા રહે તે માટે વાવણી પહેલા કરવાના કેટલાક ખેતી કાર્યો
જે ખેતરમાં આપે કપાસ ગયા વર્ષે કર્યો હોય અને તે ખેતરમાં મીલીબગનો ઉપદ્રવ થયો હોય અને વધારામાં આપ તેજ ખેતરમાં ફરી વાવણી કરવા માંગતા હો તો તેવા ખેતરમાં મીલીબગ ફરી આવવવાની પુરેપુરી શક્યતા છે. આમ, આ વર્ષે આ જીવાતનો પ્રકોપ ઓછો કરવો હોય તો નીચે પ્રમાણે કેટલાક ખેતી કાર્યૌ કપાસની વાવણી પહેલા લેવા જરુરી છે. _x000D_ _x000D_ • શેઢા-પાળા પર ઉગતા નિંદામણ તેમજ અન્ય છોડ ખાસ કરીને ગાડર, કાંસકી, જંગલી ભીડી, કોંગ્રેસ ઘાસ વિગેરે ઉપર ચીક્ટો જીવન પ્રસાર કરતી હોય છે. _x000D_ • તેથી આ પ્રકારના નિંદામણોના છોડનો સદંતર નાશ વાવણી પહેલા કરી દેવા. _x000D_ • ચીક્ટો ઉપદ્રવિત નિંદામણ કે પાકના છોડને ઉપાડ્યા પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા નહીં. _x000D_ • ઉપદ્રવિત નિંદામણના ઉપાડેલ છોડ નહેરનાં વહેતા પાણીમાં પણ નાખવા નહીં. _x000D_ • ઉદ્રવિત નિંદામણનો તેજ જગ્યાએ બાળીને નાશ કરવો. _x000D_ • વાવણી માટે જમીનની તૈયારી સમયે કીડીઓની વસાહતો ખેતરમાં દેખાય તો તેમનો નાશ કરવો. આ કીડીઓ મીલીબગને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવામાં મદદ કરે છે. _x000D_ • ચીક્ટો ઉપદ્રવિત વિસ્તારમાં વાવણી પહેલા ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી હેક્ટરે ૨૦-૨૫ કીલો પ્રમાણે જમીનમાં નાખી ખેડ કરવી અથવા હેક્ટરે ૨-૪ લિટર કલોરોપાયરીફોસ ૨૦ ઇસી દવા પિયત વખતે ટીપે ટીપે આપવી. _x000D_ • કપાસનાં ખેતરની ચારે તરફ ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકીનો જમીન પર એક મીટર પહોળો પટ્ટો બનાવવાથી બાજુની વાડ અથવા ખેતરમાંથી આવતા મિલીબગનો નાશ થાય છે._x000D_ • ખેતરમાં કીડીઓના દર શોધી કાઢી તેમાં ૧૦ લિટર પાણીમાં ૨૫ મિ.લિ. કલોરોપાયરીફોસ ૨૦ ઇસી દવા ભેળવીને બનાવેલ પ્રવાહી મિશ્રણ રેડીને કીડીઓની વસાહતોનો નાશ કરવો. જરૂર પડે તો આ પ્રકારની માવજત પાકની અવધિ દરમ્યાન ૨ થી ૩ વખત આપવી._x000D_ • ખેત ઓજારો જેવા કે હળલાકડા, કરબ, ટ્રેકટર વગેરેને ચીક્ટો ઉપદ્રવિત ખેતરમાં ઉપયોગ કર્યા પછી તંદુરસ્ત ખેતરમાં ખેડ કરવા જતા પહેલાં પાણીનાં ફુવારાથી બરાબર સાફ કરીને અથવા કીટનાશી દવાનો છંટકાવ કરી ઉપયોગ કરવો._x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
40
0
સંબંધિત લેખ