ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોલાર પ્રકાશ પિંજર – સંકલિત કીટ વ્યવસ્થાપન
સંકલિત કીટ વ્યવસ્થાપન (આઇપીએમ), કે જે કીટ નિયંત્રણની આર્થિક પદ્ધતિઓ નું સંકલન કરવાનો અભિગમ છે, તેને સંકલિત કીટ નિયમન (આઇપીસી) તરીકે પણ ઓળખાય છે. તેમાં, જીવાતનું નિયંત્રણ વિવિધ પ્રકારના પીંજરો ઉપયોગ કરવામાં આવે છે. પ્રકાશના પિંજરનો ઉપયોગ કરી બધી જ જાતની જીવાતને આકર્ષી અને તેનું નિયંત્રણ કરી શકાય છે. પ્રકાશના પિંજરથી થતાં લાભ: 1) રાત્રિના સમયે, પુખ્ત જંતુઓ પ્રકાશ તરફ આકર્ષિત થાય છે. આ જ તકનિકનો ઉપયોગ કરી ખાસ પ્રકારની લાઇટના બલ્બ વડે જીવાતને આકર્ષવામાં આવે છે. 2) આ પ્રકાશ રાત્રે 6 થી 10 વાગ્યા સુધી જીવાતને તેની તરફ આકર્ષિત કરે છે. આ જીવાતોને એકત્રિત કરવા માટે લાઇટ હેઠળ એક વાસણમાં કીટનાશક અથવા કેરોસીન નું દ્રાવણ મુકવામાં આવે છે, આના પરિણામે, જીવાતો આ દ્રાવણમાં પડે છે અને આમ તેમનું નિયંત્રણ કરી શકાય છે. 3) જ્યારે જીવનચક્ર ફરી શરૂ થાય, ત્યારે આ જીવાતનું નિયંત્રણ તેના પુખ્ત તબક્કા દરમિયાન થઈ શકે છે. લાંબા સમય સુધી આ જીવાતને નિયંત્રિત કરવા માટે તેમના પુખ્ત તબક્કા દરમિયાન, તેમનો નાશ કરવો અનિવાર્ય છે. નિયંત્રિત થતી જીવાતો 1. આ પિંજરાઓ સફેદ ઘૈણ, પુખ્ત ફુદા વર્ગની જીવાતો, અને દ્રાક્ષ, કેરી જેવા અન્યમાં થતી જીવાતો ને આકર્ષિત કરે છે. 2. જૂન માં વરસાદ ની શરૂઆત થતાં ઘણી જીવાતો તેની પુખ્ત અવસ્થામાં પહોંચે છે. પ્રકાશ પિંજર વાપરતાં થતી મુશ્કેલીઓ 1) વીજળી ની ઉણપને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પ્રકાશ પિંજર નો સતત ઉપયોગ કરી શકાતો નથી. આ વિસ્તારોમાં રાત્રે 6 થી 10 વાગ્યા સુધી પ્રકાશ પિંજરને ચાલુ રાખવા મુશ્કેલ છે. 2) મુખ્યત્વે આ લાઇટના પિંજર નો વપરાશ ચોમાસામાં કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન, વીજળીના કનેક્શન માં ઘણી મુશ્કેલી પડે છે. વરસાદ ના કારણે સતત બલ્બ પ્રકાશિત રાખવામાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. 3) આના ઉપાય તરીકે ખેતરમાં પ્રતિ એકર દીઠ એક સોલાર પ્રકાશ પિંજર સ્થાપિત કરવું જોઈએ. આ પ્રકાશ પિંજરો સૂર્યાસ્ત પછી સાંજ ના સમયે જાતે જ પ્રકાશિત થાય છે અને ચાલુ થયાના 4 કલાકબાદ જાતે જ બંધ પણ થઈ જાય છે. સ્ત્રોત : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
635
0
સંબંધિત લેખ