AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સાઈલેજ પશુઓ માટે પોષક હોય છે !
પશુપાલનએગ્રોવન
સાઈલેજ પશુઓ માટે પોષક હોય છે !
જ્યાં લીલો ચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યાં સાઈલેજ બનાવવાની વ્યવસ્થા કરવી. સાઈલેજ બનાવવા માટે એક્દળી પાક પસંદ કરવા જોઈએ કારણકે તેમાં વધુ માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને શર્કરા હોય છે. તેના કારણે, યીસ્ટ બનવાની પ્રક્રિયામાં સુધારો થાય છે. સાઈલેજ બનાવવા માટે મકાઈના પાકનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. સાઈલેજ બનાવવાની રીત: • બાજરી, જુવાર, મકાઈ અને રજકા વગેરેનો ઉપયોગ કરીને સાઈલેજ બનાવી શકાય છે. • ઘાસચારાના નાના કટકા કરી લેવા. જમીનમાં ૨ થી ૩ મીટર ઊંડો ખાડો ખોદવો અથવા ૧૦ થી ૧૨ ફૂટ ઊંચી ટાંકી બનાવી તેમાં આ મિશ્રણ રાખી શકાય છે. ખાડો ખોદતી વખતે ઊંચી જગ્યા પસંદ કરવી જેથી પાણીના નિકાસની સારી વ્યવસ્થા થઇ શકે. • સારી ગુણવત્તાનું સાઈલેજ બનાવવા માટે ૧ થી ૧.૫ % ગોળના પાણીનો છંટકાવ કરવો. એક્દળી પાક પર ૧ % યુરીયાનો છંટકાવ કરવો. • હવાનો પ્રવેશ અટકાવવા માટે સરખી રીતે દબાણ આપવું અને ઘાસચારો ભરવો. જો હવાની અવરજવર માટે જગ્યા રહેશે તો તેમાં ફૂગ ઉત્પન્ન થશે. • ખાડો ભરાઈ જાય ત્યારે તેને પ્લાસ્ટીકના કાગળ વડે ઢાંકી દેવો અને તેની ઉપર ઘાસ પાથરવું. ઉત્તમ સાઈલેજ તૈયાર થવામાં ૫૫ થી ૬૦ દિવસ લાગે છે.
સાઈલેજ ખવડાવવાની રીત:_x000D_ દુધાળા પશુઓને રોજ ૧૦-૧૫ કિગ્રા સાઈલેજ ખવડાવવું._x000D_ સાઈલેજને સુકા ચારા સાથે ભેળવવું જેથી પશુઓ સહેલાઈથી તે ચાવીને ખાઈ શકે._x000D_ સ્રોત-એગ્રોવન
510
0
અન્ય લેખો