એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં ડૂંખ વેધક !
ઈયળ જમીનથી સહેજ ઉપર પીલામાં દાખલ થઈ ગર્ભ કોરી ખાય છે, જેથી ગાભમારો તૈયાર થાય છે. આ ગાભમારો (ડેડ હાર્ટ) સહેલાઈથી ખેંચાઈ આવે છે અને દુર્ગંધ મારે છે. આ જીવાતનો ઉપદ્રવ પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે. શેરડી જેવા પાકમાં દવાનો છંટકાવ કરવો સાનૂંકુળ ન હોવાથી દાણાદાર દવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ જીઆર ૧૮ કિ.ગ્રા. અથવા ફિપ્રોનીલ ૦.૩ જીઆર ૨૫ થી ૩૩ કિ.ગ્રા અથવા ફોરેટ ૧૦ ટકા ૩૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે જમીનમાં આપવી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
9
2
સંબંધિત લેખ