એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેળ માં આવતી જીવાત “ટીનજીડ બગ”ને ઓળખો !
આ જીવાત લેસવીંગ બગ તરીકે પણ ઓળખાય છે. કેળ ઉપરાંત આદુ, રીંગણ અને હળદરને પણ નુકસાન કરે છે. બચ્ચાં અને પુખ્ત અવસ્થા બન્ને પાનની નીચેની સપાટીએ સમૂહમાં રહી રસ ચૂંસીને નુકસાન કરતા હોય છે. પાન ઉપર પીળા ડાઘા ઉપસી આવે છે. પુખ્ત કિટક પારદર્શક દોરી જેવી પાંખો ધરાવે છે જ્યારે તેના બચ્ચાં આછા કાળા રંગના હોય છે. વાડીમાં પીળા ચીકણાં ટ્રેપ્સ લગાવવા. ઉપદ્રવિત પાના તોડી નાશ કરવા. વધુ ઉપદ્રવ હોય તો ડાયમેથોએટ ૩૦ ઇસી ૧૦ મિલિ અથવા મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.