સમાચારGSTV
SBI બેન્કિંગ સર્વિસ યથાવત રાખવા માટે તુંરત કરો આ કાર્ય !
👨‍💻 દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે (SBI) પોતાના ગ્રાહકો માટે એક નોટીસ જાહેર કરી છે. બેન્કે પોતાના એકાઉન્ટ હોલ્ડર્સને 30 સપ્ટેમ્બરથી પહેલા પાન અધાર કાર્ડને લિન્ક કરવાની સૂચના આપી છે. બેન્કે જણાવ્યું કે જો ગ્રાહક આ નહીં કરે તો તેમને બેન્કિંગ સેવા મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ મામલે SBIએ એક ટ્વિટ પણ કર્યું છે. 30 સપ્ટેમ્બર સુધીમાં તમે જોડાઈ શકો છો SBIએ પોતાની અધિકૃત વેબસાઈટ પર જણાવ્યું છે કે અમે પોતાના ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે કોઈપણ પ્રકારની અગવડતાથી બચવા માટે પાનકાર્ડને આધાર સાથે લિન્ક કરો, અને નિર્વિઘ્ન બેન્કિંગ સેવા કરી શકો. આ સાથે સાથે જ બેન્કે જણાવ્યું કે પાનને આધાર સાથે લિન્ક કરવું ફરજીયાત છે. જો પાન કાર્ડ અને આધાર લિન્ક નથી તો પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે, અને મહત્વના ટ્રાન્જેક્શન માટે પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. પાન કાર્ડને આધાર સાથે જોડાવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 છે. 1- પ્રથમ તમે આવકવેરાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ https://www.incometaxindiaefiling.gov.in/home 2- અહીં ડાબી બાજુ તમને Link Aadhaar નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો 3- નવું પૃષ્ઠ ખુલશે, જ્યાં તમારે PAN, AADHAARઅને આધાર નામમાં જણાવ્યા મુજબ તમારું નામ ભરવાનું રહેશે 4-જો તમારા આધારકાર્ડમાં તમારો જન્મ જ વર્ષ છે, તો ‘I have only year of birth in aadhaar card’છે’ ના બોક્સને ટીક કરો. 5- કેપ્ચા કોડ દાખલ કરો અથવા OTP માટે ટીક કરો 6- લિંક આધારના બટન પર ક્લિક કરો, બસ થી ગયું તમારાPANઅને Aadhaar લિન્ક ગત મહિને કેન્દ્ર સરકારે કોરોના વાયરસની મહામારીને જોતા પાનને આધાર સાથે જોડાણ કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી હતી. પહેલા આ સમય સીમા 31 માર્ચ નિર્ધારીત કરવામાં આવી હતી, પરંતુ ત્યાર પછી તેને વધારીને 30 જૂન કરવામાં આવી હતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
5
1
અન્ય લેખો