AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 SBI ગ્રાહકો થશે ખુશ બેન્ક ઘરે મોકલી આપશે 20 હજાર રૂપિયા !
સમાચારVTV ગુજરાતી
SBI ગ્રાહકો થશે ખુશ બેન્ક ઘરે મોકલી આપશે 20 હજાર રૂપિયા !
🔅 સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના 44 કરોડ ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. 🔅 કોરોનાના કારણે SBIએ શરૂ કરી નવી સર્વિસ 🔅 SBIની ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસ 🔅 ઘરે બેઠા ઉપાડો 20,000 સુધી પૈસા સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકો માટે મોટી ખુશખબરી આપી છે. બેન્કની તરફથી ગ્રાહકોને ઘણા ખાસ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. હવે બેન્કે કોરાના સંકટમાં ગ્રાહકો માટે ડોર સ્ટેપ બેન્કિંગ સુવિધાની શરૂઆત કરી છે. આ સુવિધામાં હવે તમને કેશ કાઢવા માટે ક્યાય જવાની જરૂર નથી. ઘરે બેઠે પૈસા ઉપાડી શકાશે. અને જમા પણ કરી શકાશે. તેના માટે પે ઓર્ડર્સ, નવી ચેકબુક, રિવ્કેજેશન સ્લિપ સંબંધિત ઘણી સુવિધાઓ હવે તમને ઘરે બેઠો આપવામાં આવી રહી છે. 🏠 SBI ડોર સ્ટેપ બેન્કિંગ સુવિધા હેઠળ મિનિમમ લિમિટ 1,000 રૂપિયા અને મેક્સિમમ લિમિટ 20,000 રૂપિયાની છે. કેશ વિડ્રોવલ માટે રિક્વેસ્ટ પહેલા તમારા બેન્ક એકાઉન્ટમાં પુરતુ બેન્ક બેલેન્સ હોવું જરૂરી છે. એવું ન થવા પર ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ શકે છે. 🔅 SBIએ ટ્વીટ કરી આપી જાણકારી : SBIએ પોતાના ઓફિશ્યલ ટ્વીટરમાં લખ્યુ છે કે તમારી બેન્ક હવે તમારા દરવાજા પર છે. ડોર સ્ટેપ બેન્કિંગ માટે આજે જ રજીસ્ટર કરો. વધુ જાણકારી માટે તમે આ લિન્ક પર ક્લિક કરો. https://bank.sbi/dsb 🔅 SBI ડોર સ્ટેપ બેન્કિંગની ખાસિયત: ▪️ તેના માટે હોમ બ્રાન્ચમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ▪️ જ્યાં સુધી કોન્ટેક્ટ સેન્ટર પર સુવિધા પુરી ન થઈ જાય ત્યાં સુધી હોમ બ્રાન્ચમાં જ તેના માટે આવેદન કરવાનું રહેશે. ▪️ પૈસા જમા કરવા અને કાઢવા બન્ને માટે વધુમાં વધુ 20 હજાર રૂપિયા છે. ▪️ દરેક નોન ફાઈનાન્સ ટ્રાન્ઝેક્શન માટે સર્વિસ ચાર્જ 60 રૂપિયા+GST જ્યારે Financial Transactions માટે 100 રૂપિયા+ GST છે. ▪️ પૈસા કાઢવા માટે ચેક અને Withdrawal Formની સાથે જ પાસબુકની જરૂર હશે. 🔅 આ લોકોને નહીં મળે સુવિધા: જોઈન્ટ એકાઉન્ટ, માઈનર એકાઉન્ટ, જો નોન-પર્સનલ એકાઉન્ટ, ત્યાં જ જે કસ્ટમર્સનું રજીસ્ટર્ડ એડ્રેસ હોમ બ્રાન્ચના 5 કિમીના રેડિયસમાં છે તેમને આ સુવિધા નહીં આપવામાં આવે. 🔅 કેટલો લાગશે ચાર્જ? : ડોરસ્ટેપ બેન્કિંગમાં ફાઈનાન્શિયલ અને નાન ફાઈનાન્શિયલ સર્વિસ માટે ૭૫ રૂપિયા+ જીએસટી ચાર્જ લાગશે. 🔅આ નંબરો પર પણ કરી શકો છો સંપર્ક: બેન્કની મોબાઈલ એપ્લીકેશન, વેબસાઈટ અથવા કોલ સેન્ટર દ્વારા ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ માટે રજીસ્ટર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કામના દિવસોમાં ટોલ ફ્રી નંબર 1800111103 પર સવારે 9 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે કોલ કરવામાં આવી શકે છે. SBI ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ વિશે વધુ માહિતી માટે ગ્રાહકો https://bank.sbi/dsb પર વિઝિટ કરી શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
6
અન્ય લેખો