AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરીVTV ગુજરાતી
SBIમાં બમ્પર વેકેન્સી જલ્દી કરો અરજી, લાખોમાં મળશે સેલરી !
📌 SBIએ બહાર પાડી 2 હજારથી વધુ પદો પર ભરતી 📌 આ રીતે કરો ઓનલાઈન અરજી 📌 જાણો મહત્વની બીજી જાણકારી 📝SBI દ્વારા પ્રોબેશનરી ઓફિસરના પદો પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી રહી છે. ઈચ્છુક અને પાત્ર ઉમેદવારો 5 ઓક્ટોબર 2021થી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી જમા કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટબર 2021 છે. યોગ્ય ઉમેદવારોને ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જે ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પહેલા તબક્કામાં શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને બીજા તબક્કા માટે બોલાવવામાં આવશે. બીજા તબક્કામાં શોર્ટલિસ્ટ થયા બાદ ઉમેદવારને ત્રીજા તબક્કા માટે બોલાવવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ 2182 પદો પર ભરતી કરવામાં આવશે. જરૂરી તારીખો 🖊️જાહેરાતની તારીખ -4 ઓક્ટોબર 2021 🖊️ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવાની તારીખ- 5 ઓક્ટોબર 2021 🖊️અજી કરવાની છેલ્લી તારીખ- 25 ઓક્ટોબર 2021 🖊️SBI પીઓની પ્રીલિમરી પરીક્ષા- નવેમ્બર/ ડિસેમ્બર 2021 🖊️SBI પીઓ મેન્સ પરીક્ષા તિથિ- ડિસેમ્બર 2021 🖊️SBI પીઓ ઈન્ટરવ્યૂ તિથિ- ફેબ્રુઆરી 2022નું બીજુ/ ત્રીજુ અઠવાડિયું 🖊️SBI પીઓ 2021 પરિણામ જાહેર કરવાની તારીખ- ફેબ્રુઆરી/ માર્ચ ૨૦૨૨ 📚 શૌક્ષણિક લાયકાત: ઉમેદવારોને કોઈ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક અથવા કોઈ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી સમકક્ષ ડિગ્રી લીધેલી હોવી જોઈએ. 📚 પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી પ્રીલિમ્સ, મેન્સ, ગ્રુપ એક્સરસાઈઝ અને ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે. પ્રીલિમ્સમાં ક્વોલિફાઈ થનાર ઉમેદવારોને આગળની પસંદગીની પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે. 📚 આ રીતે કરો અરજી: ઈચ્છુક ઉમેદવાર 25 ઓક્ટોબર 2021એ અથવા તેના પહેલા ઓનલાઈન મોડથી અરજી કરી શકે છે. અરજીની લિંક કાલે એક્ટિવ કરી દેવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તે બીજી અપડેટ માટે ઓફિશયલ વેબસાઈટ પર ચેક કરતા રહે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
5