AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણામાં રૂ. 375 ના એમએસપીનો વધારો કરવાની ભલામણ આપી છે.
કૃષિ વાર્તાએગ્રોવન
ચણામાં રૂ. 375 ના એમએસપીનો વધારો કરવાની ભલામણ આપી છે.
કૃષિ ખર્ચ અને કિંમતો માટે કમિશનએ આગામી નાણાકીય વર્ષ માટે ચણાના લઘુત્તમ આધારભૂત કિંમતમાં (એમએસપી) રૂ. 375 / ક્વિંટલ વધરો કરવાની કેન્દ્ર સરકારને ભલામણ આપી છે. હાલમાં, ચણાનું એમએસપી રૂ. 3,800 પ્રતિ ક્વિંટલ અને તેના થી રૂ 200 વધુ છે.
ચણા સાથે, રાઈના એમએસપીના ભાવમાં રૂ. 250 / ક્વિંટલ વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. હાલમાં, રાઈની એમએસપી રૂ. 3,600 પ્રતિ ક્વિંટલ અને તેની થી રૂ 100 વધુ છે. દરમિયાન, સુચના મુજબ કૃષિ મંત્રાલયએ ચણા અને રાઈના એમએસપી વધારવા માટે કોઈ સૂચનો આપ્યા નથી. રવિ ઋતુના કઠોળના ઉત્પાદનમાં ચણાનો 40% હિસ્સો છે. બીજી બાજુ, તેલીબિયાનાના ઉત્પાદનમાં રાઈનો 20% હિસ્સો છે. કઠોળ અને તેલીબીયાનાના આંતરિક માગ પૂરી કરવા માટે, છેલ્લા થોડા વર્ષોથી આયાત કરવામાં આવે છે. તેથી, કઠોળ અને તેલીબિયાંના ઉપજમાં વધારો કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ઘઉંના એમએસપીમાં રૂ. 100 નો વધારો કરવાની દરખાસ્ત કરી છે. 2018-19 (એપ્રિલ-માર્ચ) ઋતુ માટે, કૃષિ ખર્ચ અને કિંમતો માટે કમિશનએ કેન્દ્ર સરકારને ઘઉંના એમએસપીમાં 100 રૂપિયાનો વધારો કરવાની ભલામણ આપી છે. સૂત્રોએ જણાવ્યું હતું, કે જો કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી, તો ઘઉંના એમએસપી રૂ. 1,725 સુધી પહોંચશે. સંદર્ભ- એગ્રોવન 12 ઓક્ટોબર 2017 એગ્રોસ્ટાર દ્વારા અનુવાદિત
27
0
અન્ય લેખો