હમણાં હમણાં આ ફૂદા કપાસમાં વધતા જોવા મળ્યા છે, તો જાણો આના વિશે !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
હમણાં હમણાં આ ફૂદા કપાસમાં વધતા જોવા મળ્યા છે, તો જાણો આના વિશે !
આ રસ ચૂંસનાર ફૂંદા છે જે સામાન્યરીતે ફળ પાકમાં નુકસાન કરે છે. પરંતુ કેટલાક વર્ષોથી કપાસમાં પણ વિકસતા જીંડવા ઉપર કાણૂં પાડી અંદરથી રસ ચૂંસે છે. આ પાડેલ કાણાં દ્વારા સૂક્ષ્મ જીવાણૂંઓ દાખલ થવાથી જીંડવું કહોવાઇ જાય છે. આ ફૂંદાનો પ્રશ્ન હોય તો ખેતરમાં એક લાઇટ ટ્રેપ ગોઠવી દેવું. વિષ પ્રલોભિકા ( ૧ કિ.ગ્રા. ગોળ +વિનેગાર અથવા ફળનો રસ ૬૦ મિ.લિ. + ડાયક્લોરવોશ ૭૬ ઇસી ૫૦ મિ.લિ. + પાણી ૧૦ લિટર)નો ૫૦૦ મિલિ જથ્થો થાળી જેવા પાત્રમાં લઇ એક હેક્ટરે જુદી જુદી ૪૦ થી ૫૦ જગ્યાએ મૂકવાથી અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
13
9
અન્ય લેખો