પશુપાલનએગ્રોવન
પશુપાલનમાં પેટની સમસ્યાઓના કારણો અને ઈલાજ
સામાન્ય રીતે, પ્રાણીઓને ઘાસફૂસ, લીલો ઘાસચારો અને તેલીબીયાની કેક ખવડાવવામાં આવે છે. મોટા ભાગની બધી ઋતુમાં, સારી ગુણવત્તાવાળો ઘાસચારો પ્રાણીઓ માટે ઉપલબ્ધ હોતો નથી, અને તેથી મોટા ભાગના સમયે, પ્રાણીઓને ઓછી ગુણવત્તાવાળો ઘાસચારો ખવડાવવામાં આવે છે, જેથી પ્રાણીઓમાં પેટની સમસ્યાઓ અને બીજા પાચનતંત્રને લગતા રોગો ઉત્પન્ન થાય છે. ઘણી વખત, પ્રાણીઓમાં પેટ ભરાવાની તીવ્રતા ખુબ હાનિકારક હોય છે અને તેના કારણે મૃત્યુ થાય છે.
કારણો
● કુમળો ઘાસચારો વધારે પ્રમાણમાં ખવડાવવાથી, વધારે માત્રામાં પ્રોટીન રહેલ હોવાથી, જુવાર, બાજરી, વટાણા અને મકાઈનો લીલો ઘાસચારો પેટ ભરાવામાં ભાગ ભજવે છે. જો પશુ આહારમાં શેરડીના કૂચનું પ્રમાણ વધારે હોય તો, તે પેટનો ભરાવો ઉત્પન્ન કરે છે.
● અન્નનળીમાં અટકાવ, આંતરડાની ગાંઠ, પ્રાણીઓમાં મગજનો તાવ, અન્નનળીમાં અને આમાશયમાં સોજો , જીવાતનો ચેપ અને શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ પેટ ભરાવા માટે જવાબદાર છે.
● કેટલાંક પ્રકારના પ્રાણીઓમાં અનુવાંશિકતાના કારણે, મોઢામાં લાળ ઓછી ઉત્પન્ન થતી હોય તેવા કિસ્સાઓમાં, અને જો ખોરાક ચાવતી વખતે જરૂરી પ્રમાણમાં લાળ ખોરાકમાં ન ભળવાથી પણ પેટ ફૂલવાની સમસ્યા થાય છે.
● જુવારના ઠુંઠા, ઘઉં, બાજરી, અનાજનો ઘાસચારો પાણી સિવાય ખાવાથી પેટનો ફુગાવો થાય છે. ખાવાલાયક ન હોય તેવી વસ્તુઓ જેવી કે વાયર, નખ, સ્ટીલ શીટ, ચામડું, કપડું, પ્લાસ્ટિક અથવા તેના જેવી પાચન ન થઇ શકે તેવી વસ્તુઓ જો ખાવામાં આવે તો, તે પેટ ફુગાવો કરે છે.
લક્ષણો:
● સૌ પ્રથમ, પ્રાણીઓ કશું ખાતા નથી, તેઓ નિષ્ક્રિય બને છે.
● પ્રાણીના પેટનો આકાર, મુખ્યતવે પેટનો ડાબી બાજુનો ભાગ મોટો થાય છે, પ્રાણી આંખો અને ગરદન ખેંચે છે, પેટની તકલીફને કારણે પ્રાણી દાંત ચુસ્ત રાખે છે, તે પાછળના પગથી પેટમાં લાત મારે છે, તે પેટની ડાબી બાજુ તરફ જુએ છે, તે મોંથી શ્વાસ લે છે અને લાળ ટપકાવે છે.
● પેટમાં ગેસ વધવાથી હૃદય અને ફેફસા ઉપર દબાણ આવે છે, જે પ્રાણીમાં શ્વસનને લગતી તકલીફ માટે કારણીભુત થાય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થાય છે.
● પ્રાણીના ડાબી બાજુના પેટ ઉપર જો થાબડવામાં આવે તો, તે પેટમાં ગેસ હોય તેવો આવાજ કરે છે. કેટલાક કિસ્સાઓમાં પેટનો ફુગાવો એટલો વધી જાય છે કે, પેટના ભાગનું દબાણ ફેફસાના દબાણમાં ખૂબ વધારો કરે છે અને પ્રાણી ગુંગળામણને કારણે બેભાન થઇ જાય છે. જો ફેફસાનું દબાણ ખૂબ વધુ પ્રમાણમાં વધી જાય તો, શ્વાસ બંધ થઇ જાય છે અને પ્રાણી મરી જાય છે.
ઉપચાર
● પેટના ફુગાવાના લક્ષણો દેખાતા, તરત જ પશુ ચિકિત્સકની સલાહ લેવી. પ્રાણીને અપાતા ઘાસચારો અને પાણી જેનાથી પેટમાં ગેસ થાય છે, તે તરત જ બંધ કરી દેવું જોઈએ. પ્રાણીને એવી જગ્યામાં મુકો જ્યાં એના આગળના પગ ઉપરની દિશામાં રહે અને પાછળના પગ નીચેની દિશામાં રહે, જેથી આંતરડાના ફુગાવાનું દબાણ ફેફસા ઉપર નહિ પડે.
● વધારે માત્રામાં પ્રોટીન રહેલ, આથો આવે એવા જુવાર, બાજરી, વટાણા અને મકાઈ, શેરડીની કાકવી, શેરડીનો કૂચો, લીલો ઘાસચારો, કુમળો ઘાસચારો વધુમાત્રામાં આપવો નહિ.
● કૃમિના હુમલાને ટાળવા, 3 મહિનાના અંતરાળે પ્રાણીને કૃમીમુક્ત થવાની દવા આપવી. દરરોજ 50 ગ્રામ મીઠું ખોરાકમાં ભેળવીને આપવું. સડી ગયેલ બચેલો ખોરાક, શાકભાજી આપવા જોઈએ નહિ.
● જુવાર, ઘઉં, બાજરીના ઠુંઠા અને અનાજ ઘાસચારો વધુ માત્રામાં આપશો નહિ. કાળજી રાખો કે પ્રાણી વાયર, ખીલા, લાકડું, સ્ટીલની પટ્ટી, ચામડું, કપડું, પ્લાસ્ટિક એવી કોઈપણ વસ્તુ ખાય નહિ અને આવી વસ્તુઓ એના પેટમાં દાખલ થાય નહિ.
સંદર્ભ - એગ્રોવન 30 માર્ચ 2018