AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીએમ કિસાન સન્માન નિધિ : કેટલાં દિવસ પછી આવશે 2 હજાર નો આગામી હપ્તો, જાણો સ્ટેટ્સ !
કૃષિ વાર્તાન્યૂઝ18
પીએમ કિસાન સન્માન નિધિ : કેટલાં દિવસ પછી આવશે 2 હજાર નો આગામી હપ્તો, જાણો સ્ટેટ્સ !
નવી દિલ્હી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગલો હપ્તો 21 દિવસ પછી 1 ઓગસ્ટથી આવવાનું શરૂ થશે જશે. છઠો હપ્તો આશરે 10 કરોડ ખેડૂતો સુધી પહોંચશે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ કહે છે કે જેમણે અરજી કરી નથી તેઓ અરજી કરીને લાભ લઈ શકે છે. જ્યારે જેમનો ડેટા માન્ય છે તેઓ તેમનું સ્ટેટસ ચકાસી શકે છે. હવે તેમાં માત્ર 4.5 કરોડ ખેડુતોને જ આમાં અરજી કરવાની છે. જણાવવામાં આવે છે કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 74 હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. જેમણે તાજેતરમાં અરજી કરી છે તેઓ પણ તેમનો રેકોડ ચેક કરી લે. આધાર, એકાઉન્ટ નંબર અને બેંક એકાઉન્ટ નંબરમાં નામ વગેરે ચેક કરી લે. જેથી પૈસા મળવામાં કોઈ તકલીફ ન પડે. જો રેકોર્ડમાં કોઈ ગડબડ હશે તો ચોક્કસપણે તમને યોજનાનો લાભ નહીં મળે. પહેલેથી જ 1.3 કરોડ ખેડુતોને અરજી કર્યા પછી પણ તેઓ ને પૈસા નથી મળી શક્યા કારણ કે તેમના રેકોર્ડમાં કોઈ ખામી છે અથવા આધારકાર્ડ નથી. કેવી રીતે ચેક કરવો રેકોર્ડ સાચો છે કે નહીં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ (pmkisan.gov.in) છે. વેબસાઇટમાં લોગ ઇન થવું પડશે. આમાં, તમારે ' Farmers Corner' વાળા ટેબ માં ક્લિક કરવું પડશે. જો તમે પહેલાં અરજી કરી છે અને તમારો આધાર યોગ્ય રીતે અપલોડ કરવામાં આવ્યો નથી અથવા કોઈ કારણોસર આધાર નંબર ખોટી રીતે દાખલ થયો છે, તો તેની માહિતી આમાં મળશે. ચાર સ્ટેપ માં આવી રીતે ચેક કરો સ્ટેટસ સ્ટેપ 1: સ્થિતિ જાણવા માટે પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પોર્ટલ પર જાઓ. આ પોર્ટલ pmkisan.gov.in છે. સ્ટેપ 2: પોર્ટલ પર ગયા પછી, બારમાં “Farmer’s corner” પર ક્લિક કરો. સ્ટેપ 3: - “Farmer’s corner” પર ક્લિક કર્યા પછી, તમે ત્યાં ત્રણ વિકલ્પો જોઈ શકશો. તેમાંથી “Benificary status” પર ક્લિક કરો. સ્ટેપ 4: “Beneficiary Status” પર ક્લિક કર્યા પછી જે પેજ ખુલશે તેમાં ત્રણ વસ્તુઓ દેખાશે. - આધાર નંબર (Check PM kisan Samman Yojna status by Aadhar Number) - એકાઉન્ટ નંબર (Check PM kisan Samman Yojna status by Account Number) - ફોન નંબર (Check PM kisan Samman Yojna status by Mobile Number) ત્રણ માંથી જે પણ માહિતી નાખી છે તે વિકલ્પ પર ટિક કરી અને ક્લિક કરો તમારું સ્ટેટ્સ આવી જશે. મંત્રાલયનો સીધો સંપર્ક કરવાની સુવિધા મોદી સરકારની આ સૌથી મોટી કિસાન યોજના છે, તેથી અનેક પ્રકારની સુવિધાઓ પણ ખેડૂતોને આપવામાં આવી છે. આમાં એક હેલ્પલાઈન નંબર છે. જેના દ્વારા દેશના કોઈપણ ભાગના ખેડુતો સીધા કૃષિ મંત્રાલયનો સંપર્ક કરી શકે છે. પીએમ-કિસાન નો હેલ્પલાઈન નંબર 011-24300606 પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266 પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261 પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011—23381092, 23382401 પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109 ઇમેઇલ આઈડી: pmkisan-ict@gov.in પૈસા ક્યારે મોકલવામાં આવે છે? સરકાર આ નાણાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરે છે, પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે આવે છે, જ્યારે બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઇની વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે ટ્રાન્સફર થાય છે. સંદર્ભ : ન્યૂઝ 18, 10 જુલાઈ 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
101
9
અન્ય લેખો