AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નવેમ્બરમાં ડુંગળીનો નવો પાક આવશે ત્યારે જ કિંમતોમાં ઘટાડો થશે!
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
નવેમ્બરમાં ડુંગળીનો નવો પાક આવશે ત્યારે જ કિંમતોમાં ઘટાડો થશે!
નવી દિલ્હી: ડુંગળીના ઉંચા ભાવ હોવાને કારણે લોકોને નવેમ્બર પહેલા રાહત મળે તેવી અપેક્ષા નથી. દેશના મોટાભાગના રાજ્યોમાં ડુંગળીના છૂટક ભાવ પ્રતિ કિલો 70-80 રૂપિયા છે. ભાવને કાબૂમાં રાખવા માટે કેન્દ્ર સરકાર તેના બફર સ્ટોકથી 23.90 રૂપિયા પ્રતિ કિલોના છૂટના દરે ડુંગળી વેચે છે. ઘણી રાજ્ય સરકારો પણ આ કરી રહી છે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે જણાવ્યું હતું કે સરકારના 50,000 ટન બફર સ્ટોકમાંથી 15,000 ટન ડુંગળી વેચી દેવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે નવેમ્બરની શરૂઆતમાં નવો ખરીફ પાક બજારમાં આવશે ત્યારબાદ જ ભાવ સામાન્ય સ્તરે પાછા આવશે. કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી રામ વિલાસ પાસવાને ટ્વીટ કર્યું હતું કે બજારમાં ડુંગળીનો પુરવઠો વધારવા માટે સંયુક્ત સચિવ કક્ષાના બે અધિકારીઓને મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે. તેઓ ત્યાંના ખેડૂતો, વેપારીઓ અને પરિવહનકારો સાથે વાત કરશે અને ડુંગળીની ઉપલબ્ધતાની સમીક્ષા કરશે અને વધુને વધુ ડુંગળી બજારમાં લાવવાનું કહેશે.અન્ય રાજ્યોને પણ કહેવામાં આવ્યું છે કે જેને વધારે ડુંગળીની જરૂર હોય તેમણે તેમની માંગ ગ્રાહક બાબતોના સચિવને મોકલી આપવી જોઇએ.વિભાગ તાત્કાલિક તેમને ડુંગળી પ્રદાન કરશે. સંદર્ભ- આઉટલુક એગ્રિકલ્ચર, 26 સપ્ટેમ્બર 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
150
0