AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુઓમાં ચરમ(કૃમિ)થી થતું નુકસાન અને તેના ઉપાયો
પશુપાલનગૉંવ કનેક્શન
પશુઓમાં ચરમ(કૃમિ)થી થતું નુકસાન અને તેના ઉપાયો
મોટાભાગના પશુપાલકોને માહિતી અભાવના કારણે ચરમ (કૃમિનાશન) ની દવાઓ આપતા નથી, જેનાથી પશુઓનું સ્વાસ્થ્ય કમજોર થાય છે, તેમજ પશુપાલકને નાણાકીય આર્થિક નુકસાન થાય છે. પશુઓમાં ચરમ(કૃમિ,કરમિયા )એક મોટી સમસ્યા છે. જો પશુપાલક તેમના પશુઓને દર ત્રણ મહિને ચરમ ની દવા આપે તો પશુપાલક માટે પશુપાલન વધુ ફાયદો આપતો સાબિત થઈ શકે. જો પશુના પેટમાં ચરમ છે તો ખવડાવવમાં આવતો ખોરાકનો 30-40 ટકા ભાગ ચરમ (કૃમિ) ખાઈ જાય છે, જો દવા આપવામાં આવે હોય તો આ 30-40 ટકા થતું નુકસાન ઘટાડી શકાય છે. પશુના પેટમાં ચરમ(કૃમિ)ના લક્ષણો: • પશુ માટી ખાવા લાગે છે. • પશુ સુસ્ત અને નબળું દેખાય છે. • દુર્ગંધયુક્ત ગોબર કરે. • ગોબર માં કાળું લોહી અને કીડા દેખાય. • પશુ ખોરાક ખાય તો પણ શરીરની વૃદ્ધિ ઓછી થાય છે અને પેટમાં વધારો થાય છે • પશુમાં લોહીની કમી થવી. • અચાનક દૂધ ઓછું થવું. • ગર્ભાવસ્થામાં મુશ્કેલી(ઉથલા કરે).
મહત્વપૂર્ણ વાતો: • દર ત્રણ મહિનામાં પશુઓને ચરમની (કૃમિનાશક)દવા આપવી.(એક ને એક દવા ફરીથી આપવી નહીં) • પશુઓના ગોબરની તપાસ કર્યા પછી જ દવા આપવી. • બીમાર અને નબળા પશુઓની પશુ ચિકિત્સકની સલાહ લઈને કૃમિનાશકની દવા આપો. • પશુઓને રસીકરણ કરાવતા પહેલા કૃમિનાશક દવા આપો, ના કે રસીકરણ બાદ. • જો રસીકરણ પછી આપી રહ્યા હોય તો 15 દિવસ નો તફાવત રાખો. • પશુ ચિકિત્સકની સલાહથી જ કૃમિનાશક દવાઓ આપો. • પશુઓ માટે ચોખ્ખો ખોરાક અને દાણ આપવું. • હંમેશા ચોખ્ખું પાણી પીવડાવવું. સંદર્ભ: ગાંવ કનેક્શન. જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
861
0