AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીtv9gujarati
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના !
‘જળ સંચય અને જળ સિંચન’ દ્વારા વરસાદી પાણીનો ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો આવા ઉદેશ સાથે રજૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના. તેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું. વરસાદ પર નોંધપાત્ર નિર્ભરતાને કારણે બિનપિયત વિસ્તારમાં ખેતી અતિ જોખમકારક અને ઓછી ઉત્પાદકતાનો વ્યવસાય બની ગઇ છે. આ સંજોગોમાં અનુભવ સાથે સંરક્ષણાત્મક સિંચાઈ ટેકનોલોજી અપનાવી ઉત્પાદકતા વૃદ્ધિ તરફ દોરી જતાં ઈનપુટ્સ દ્વારા સૂક્ષ્મ સિંચાઈને લોકપ્રિય કરી વધુ ઉત્પાદકતા મેળવવી અને આવકમાં વધારો કરી ગ્રામીણ વિકાસ હાંસલ કરવો એ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાનો મુખ્ય હેતુ છે. આ યોજના માટે પાત્રતાના ધોરણ આ મુજબ છે. રાજય દ્વારા તમામ જીલ્લાઓના ડિસ્ટ્રીક ઈરિગેશન પ્લાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજયનો ઈરિગેશન પ્લાન તૈયાર કર્યાથી આ યોજના માટે યોગ્યતા લાયકાત સિદ્ધ થાય છે. આ યોજના અંતર્ગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ માટે કૃષિ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર હસ્તક કામગીરી છે અને ‘પર ડ્રોપ મોર ક્રોપ’ ઘટક માટેની અમલીકરણ એજન્સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ., વડોદરા છે.
સંદર્ભ : tv9gujarati . આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
63
3
અન્ય લેખો