બટાકાની ખેતી ની વૈજ્ઞાનિક પદ્ધતિ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકાની ખેતી ની વૈજ્ઞાનિક પદ્ધતિ
બટાકા એક એવો પાક છે જે ધાન્ય પાકોની સરખામણીમાં એકમવિસ્તાર અને ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે.ડાંગર,ઘઉં, શેરડી બાદ ક્ષેત્રફળમાં બટાકાનું ચોથું સ્થાન છે.
આબોહવા: બટાટા ની ખેતી માટે ઠંડી અને સૂકી આબોહવા વધુ અનુકૂળ રહે છે. સામાન્ય રીતે, ખેતી માટે દિવસનું તાપમાન 25-30 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. આશરે 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાને બટાકાના પાકમાં કંદની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી જાય છે. જમીનની તૈયારી: બટાકા ની ખેતી માટે રેતાળ અને ગોરાડું જમીન અનુકૂળ રહે છે. આગલા પાકના જડીયા વીણી ટ્રેકટર દ્વારા બે થી ત્રણ ઊંડી ખેડ કરી જમીન ભરભરી બનાવવી. વાવેતર સમય: સામાન્ય રીતે બટાટાનું વાવેતર નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયાથી છેલ્લા અઠવાડિયા સુધી કરી શકાય છે. નવીનતમ જાતો: કુફરી ચિપ્સોના -1, કુફરી ચિપ્સોના -2, કુફરી ગિરિરાજ, કુફરી આનંદ જમીનની ચકાસણી મુજબ અથવા 25 કિલો ઝીંક સલ્ફેટ અને 50 કિલો ફેરસ સલ્ફેટ પ્રતિ હેક્ટરના દરે વાવેતર કરતા પહેલા તેનો ઉપયોગ કરવો જોઇએ. જો લીલો પડવાસ ન કર્યો હોય તો, 15-30 ટન પ્રતિ હેકટર ગળતીયું ખાતર નો ઉપયોગ કરવો. પિયત વ્યવસ્થાપન: છોડના યોગ્ય વિકાસ માટે અને સારી ઉપજ મેળવવા માટે 7-10 સિંચાઈની જરૂરી પડે છે. જો વાવેતર પહેલાં પિયત ન આપ્યું હોય તો વાવણીના 2-3 દિવસની અંદર હળવું પિયત આપવું જરૂરી છે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો.
419
10
અન્ય લેખો