ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આંતરરાષ્ટ્રીય કૃષિયુનિવિઝન મીડિયા
પોલી હાઉસ ખેતી
તાપમાન, ભેજ, ખાતર જેવા પરિબળોને સ્વયંસંચાલિત રચના દ્વારા નિયંત્રિત કરી અનુકુળ પર્યાવરણમાં પાકને ઉગાડવાની પદ્ધતિને પોલીહાઉસ ખેતી કહેવામાં આવે છે. પોલીહાઉસ કરતા ખેડૂતો ખાસ કરીને જૈવિક ખેતીને પ્રાધાન્ય આપે છે.તેના ફાયદા જાણવા નીચે આપેલ માહિતી વાંચો.
• છોડને નિયંત્રિત તાપમાન હેઠળ ઉગાડવામાં આવે છે તેથી પાકનો બગાડ અને નુકશાન થવાની શક્યતા ઓછી રહે છે. • પાકની નિશ્ચિત સીઝનની રાહ જોયા વગર તેને વર્ષ દરમિયાન ગમે ત્યારે ઊગાડી શકાય છે • પોલીહાઉસમાં જીવાત અને રોગનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. બાહ્ય આબોહવાની પાકની વૃદ્ધિ પર કોઇ અસર થતી નથી. • પોલીહાઉસમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ઉપજ મળે છે. • પાણીના નિકાલની સારી વ્યવસ્થા અને હવાઉજાસની વ્યવસ્થા હોય છે. • પોલીહાઉસ દ્વારા શુશોભન માટેના ફૂલોનો વિકાસ સરળતાથી કરી શકાય છે. • પોલીહાઉસ કોઇણ મોસમ દરમિયાન છોડને યોગ્ય પર્યાવરણ પૂરું પાડે છે. ઉત્પાદનમાં 5 થી 10 ગણો વધારો કરે છે. • પાકની ઓછી અવધી. • ખારત આપવામાં સરળતા રહે છે અને ટપક પદ્ધતિ દ્વારા તેનું સ્વયંસંચાલિત નિયંત્રણ કરી શકાય છે. સ્ત્રોત-યુનિવિઝન મીડિયા જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
693
0
સંબંધિત લેખ